ખાટી મીઠી દાળ | Khati mithi gujrati daal Recipe in Gujarati

ના દ્વારા Dipika Ranapara  |  28th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Khati mithi gujrati daal recipe in Gujarati, ખાટી મીઠી દાળ, Dipika Ranapara
ખાટી મીઠી દાળby Dipika Ranapara
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

ખાટી મીઠી દાળ વાનગીઓ

ખાટી મીઠી દાળ Ingredients to make ( Ingredients to make Khati mithi gujrati daal Recipe in Gujarati )

 • 1વાટકી તુવેરની દાળ
 • પાણી 1ગ્લાસ
 • 1ટેબલ સ્પૂન તેલ
 • 1ચમચી રાઇ
 • 1ચમચી જીરું
 • ચપટી હિંગ
 • 1ચમચી લાલ મરચું
 • સ્વાદ અનુસાર મીઠું
 • 1/2ચમચી હળદર
 • 1ચમચી ધાણાજીરુ
 • 1ચમચી ગરમ મસાલો
 • 1ચમચો સીંગદાણા
 • 1 ઝીણું સમારેલ ટામેટુ
 • મીઠો લીંબડો 1 તીરખી
 • 3-4 લીલા મરચાં ઝીણા સમારેલા
 • 1 સેન્ટીમીટર જેટલું ટૂકડો આદૂ
 • ઝીણી સમારેલી કોથમીર સજાવટ માટે
 • 1ગાંગડો ગોળ
 • 1/2ચમચી લીંબુનો રસ

How to make ખાટી મીઠી દાળ

 1. કુકર માં જોયેલી તુવેરની દાળ અને પાણી નાખો.
 2. હળદર, મીઠું પ્રમાણસર અને સીંગદાણા નાખી પાચ સીટી વગાડી ગેસ બંધ કરી દો.
 3. કુકર ઠરે એટલે દાળ વલોવી લો.અને ધીમા તાપે ઉકળવા દો.
 4. તેમાં લીલા મરચાં ઝીણા સમારેલા અને આદૂ છીણી નાખો.
 5. ધાણાજીરુ, મીઠો લીંબડો, ગોળ નો ગાંગડો, ટામેટા નાખી બરાબર હલાવી લો અને 10 મીનીટ ઉકળવા દો.
 6. વઘારીયા માં તેલ ગરમ કરી તેમાં રાઇ-જીરું તતડાવી હિંગ નાખો , લાલ મરચું નાખી તરતજ વઘાર ને દાળ માં રેડીને હલાવી લો.
 7. ગરમ મસાલો ઉમેરી હલાવી લો.
 8. ઝીણી સમારેલી કોથમીર થી સજાવટ કરો.

Reviews for Khati mithi gujrati daal Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો