હોમ પેજ / રેસિપી / ખાટી મીઠી દાળ

Photo of Khati mithi dal by Dipika Ranapara at BetterButter
715
1
0.0(0)
0

ખાટી મીઠી દાળ

Jun-28-2018
Dipika Ranapara
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાટી મીઠી દાળ રેસીપી વિશે

દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ (પ્રવાહી), ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1વાટકી તુવેરની દાળ
  2. પાણી 1ગ્લાસ
  3. 1ટેબલ સ્પૂન તેલ
  4. 1ચમચી રાઇ
  5. 1ચમચી જીરું
  6. ચપટી હિંગ
  7. 1ચમચી લાલ મરચું
  8. સ્વાદ અનુસાર મીઠું
  9. 1/2ચમચી હળદર
  10. 1ચમચી ધાણાજીરુ
  11. 1ચમચી ગરમ મસાલો
  12. 1ચમચો સીંગદાણા
  13. 1 ઝીણું સમારેલ ટામેટુ
  14. મીઠો લીંબડો 1 તીરખી
  15. 3-4 લીલા મરચાં ઝીણા સમારેલા
  16. 1 સેન્ટીમીટર જેટલું ટૂકડો આદૂ
  17. ઝીણી સમારેલી કોથમીર સજાવટ માટે
  18. 1ગાંગડો ગોળ
  19. 1/2ચમચી લીંબુનો રસ

સૂચનાઓ

  1. કુકર માં જોયેલી તુવેરની દાળ અને પાણી નાખો.
  2. હળદર, મીઠું પ્રમાણસર અને સીંગદાણા નાખી પાચ સીટી વગાડી ગેસ બંધ કરી દો.
  3. કુકર ઠરે એટલે દાળ વલોવી લો.અને ધીમા તાપે ઉકળવા દો.
  4. તેમાં લીલા મરચાં ઝીણા સમારેલા અને આદૂ છીણી નાખો.
  5. ધાણાજીરુ, મીઠો લીંબડો, ગોળ નો ગાંગડો, ટામેટા નાખી બરાબર હલાવી લો અને 10 મીનીટ ઉકળવા દો.
  6. વઘારીયા માં તેલ ગરમ કરી તેમાં રાઇ-જીરું તતડાવી હિંગ નાખો , લાલ મરચું નાખી તરતજ વઘાર ને દાળ માં રેડીને હલાવી લો.
  7. ગરમ મસાલો ઉમેરી હલાવી લો.
  8. ઝીણી સમારેલી કોથમીર થી સજાવટ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર