Open in app

દાળ ફ્રાય અને જીરા રાઈસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  3 people
Urvashi Belani28th Jun 2018

Dal fry and jeera rice ના વિશે

Ingredients to make Dal fry and jeera rice in gujarati

  • દાળ ફ્રાય માટે:
  • 1/2 કપ તુવેર દાળ
  • 1/4 કપ મગ ની દાળ
  • 1/8 કપ ચણા ની દાળ
  • 1/8 કપ અડદ ની દાળ
  • 1 ચમચી જીરું
  • 1/4 ચમચી હિંગ
  • 1 ડુંગળી (બારીક કાપેલી)
  • 1 ચમચી વાટેલા આદુ લસણ મરચાં
  • 2 ટામેટા ( બારીક કાપેલા)
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી કસૂરી મેથી
  • 1 ચમચી આમચૂર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી કિચેન કિંગ મસાલો
  • નમક સ્વાદાનુસાર
  • લીલાં ધાણા
  • 2-3 ચમચા તેલ
  • જીરા રાઈસ માટે:
  • 1 કપ ચોખા
  • 2 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 2- 3 બારીક કાપેલા લીલાં મરચાં
  • લીલા ધાણા
  • નમક સ્વાદાનુસાર

How to make Dal fry and jeera rice in gujarati

  1. દાળ ફ્રાય બનાવવા માટે બધી દાળ ને ભેગી કરી 1/2 ક્લાલ પલાળી રાખો પછી ધોઈ ને કુકર માં 2 સિટી વાગે ત્યાં સુધી રાંધો.
  2. એક કઢાઈ માં તેલ ગરમ કરી જીરું અને હિંગ નાખી ડુંગળી નાખી સાંતળો પછી વાટેલો મસાલો નાખી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી રાંધી તેમાં ટામેટા અને બધા મસાલા નાખી મિક્સ કરો.
  3. ગ્રેવી માં તેલ છૂટું પડે ત્યારે બાફેલી દાળ અને જરૂરિયાત મુજબ પાણી નાખી ધીમા તાપે 5 મિનિટ રાખી પછી લીલા ધાણા નાખી સર્વ કરો.
  4. જીરા રાઈસ માટે ચોખા ને 1/2 કલાક પલાળી પછી છુટ્ટા રહે તે રીતે નમક નાખી બાફી મુકો પછી ઠંડા પડવા દેવા.
  5. એક કઢાઈ માં ઘી ગરમ કરી જીરું અને લીલા મરચાં નાખી રાંધેલા ભાત નાખી મિક્સ કરો.લીલા ધાણા નાખી સર્વ કરો.

Reviews for Dal fry and jeera rice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dal fry and jeera rice in gujarati

  • જીરા રાઈસ દાલ ફ્રાય

    3 likes
  • જીરા રાઈસ એન્ડ દાળ તડકા

    1 likes