હોમ પેજ / રેસિપી / હલવાઈ જેવા આલૂં મટર

Photo of Halvai style aloo matar by Apeksha's Kitchen at BetterButter
636
2
0.0(0)
0

હલવાઈ જેવા આલૂં મટર

Jun-28-2018
Apeksha's Kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હલવાઈ જેવા આલૂં મટર રેસીપી વિશે

આપણા ને લગ્ન પ્રસંગે બનતું આલૂંમટર નું શાક ખૂબ ભાવે છે તો જોઈએ કે આ શાક ઘરે કેવી રીતે બનાવી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 મોટા બટેટા
  2. 1 વાટકી વટાણા
  3. 3 ચમચી તેલ
  4. 1 ચમચી જીરુ
  5. 2,3 તમાલપત્ર
  6. ચપટી હીંગ
  7. 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી
  8. 3 ટમેટા ની પેસ્ટ
  9. 1 ચમચી આદુલસણ ની પેસ્ટ
  10. 2, 3 લીલા મરચાં
  11. 2 ટી-સ્પુન લાલ મરચું
  12. 1/2 ટી-સ્પુન હળદર
  13. 2 ટી-સ્પુન ધાનાજીરુ
  14. 1 ટી-સ્પુન ગરમ મસાલો
  15. 1 ટી-સ્પુન આમચુર પાઉડર
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. 1 ચમચી ગોળ
  18. કોથમીર ઝીણી સમારેલી

સૂચનાઓ

  1. સૌપ્રથમ વટાણા અને બટેટા ને બાફી લો બન્ને ને જુદા જુદા બાફવા.
  2. એક પેન માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ નાખો જીરુ થઈ જાય એટલે તમાલપત્ર અને હીંગ નાખો.
  3. અવે તેમા ડુંગળી ઉમેરો ડુંગળી ને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો અવે તેમા આદુલસણ ની પેસ્ટ નાખી સાતળી લો.
  4. તેમા હળદર, ધાનાજીરુ, ગરમ મસાલો, લીલા મરચાં, લાલ મરચું, આમચુર પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો.
  5. અવે તેમા ટમેટા ની પેસ્ટ એડ કરો. હવે મસાલો તેલ છોડે ત્યાર સુધી સાંતળી લો. તેમાં થોડું પાણી એડ કરો.
  6. ગોળ અને લીંબુનો રસ નાખી દેવો. હવે તેમાં બાફી ને કાપેલા બટાકા અને વટાણા નાખો. અડધા બટકા ને છુંદી ને નાખવું.
  7. અંત મા કોથમીર નાખી ગરમાગરમ પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર