પનીર ટીક્કા પરાઠાઝા | Paneer tikka parathaza Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  28th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Paneer tikka parathaza by Urvashi Belani at BetterButter
પનીર ટીક્કા પરાઠાઝાby Urvashi Belani
 • તૈયારીનો સમય

  35

  મીની
 • બનાવવાનો સમય

  40

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

About Paneer tikka parathaza Recipe in Gujarati

પનીર ટીક્કા પરાઠાઝા

પનીર ટીક્કા પરાઠાઝા Ingredients to make ( Ingredients to make Paneer tikka parathaza Recipe in Gujarati )

 • પરાઠા માટે:
 • 1 કપ ઘઉં નો લોટ
 • 2 ચમચી તેલ
 • સ્વાદાનુસાર નમક
 • જરૂરિયાત મુજબ દૂધ
 • માખણ/ ઘી( શેકવા માટે)
 • ચીઝ ના મિશ્રણ માટે:
 • 1 કપ મોસેરેલા ચીઝ (છીણેલું)
 • 1/2 કપ પ્રોસેસ ચીઝ (છીણેલું)
 • 3-4 કળી લસણ(બારીક કાપેલી)
 • 6-7 ફુદીના ના પાંદડા(બારીક કાપેલા)
 • 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
 • 1/2 ચમચી ઓરિગેનો
 • પનીર ટીક્કા માટે:
 • 100ગ્રામ પનીર ના ટુકડા
 • 1/2 કપ ગાઢું દહીં
 • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
 • 1 ચમચી કોર્નફ્લોર
 • 1 ચમચી લાલ મરચું
 • 1/2 ચમચી ગરમ મસાલો
 • 1/2 ચમચી ચાટ મસાલો
 • એક ચપટી ઓરેન્જ રેડ કલર
 • ગ્રેવી માટે:
 • 1 ડુંગળી ની પેસ્ટ
 • 2 ટામેટા ની પેસ્ટ
 • 1 ચમચી વાટેલા આદુ લસણ મરચા
 • 1 ચમચી કશ્મીરી લાલ મરચું
 • 1/2 ચમચી ધાણા પાવડર
 • 1/2 ચમચી ગરમ મસાલો
 • 1/2 ચમચી કિચેન કિંગ મસાલો
 • 1/2 ચમચી કસૂરી મેથી
 • સ્વાદાનુસાર નમક
 • 4 ચમચી ફ્રેશ ક્રીમ
 • 2-3 ચમચા તેલ
 • પરાઠાઝા માટે:
 • 1/2 લાલ શિમલા મિર્ચ
 • 1/2 પીળું શિમલા મિર્ચ
 • 1/2 લીલું શિમલા મિર્ચ
 • 1/2 ચમચી બ્લૅક ઓલિવ
 • 1/2 ડુંગળી ની રીંગો
 • પીઝા સિઝલિંગ

How to make પનીર ટીક્કા પરાઠાઝા

 1. પનીર ટીક્કા બનાવવા માટે દહીં માં બધી સામગ્રી ઉમેરી બરાબર મિક્ષ કરો.
 2. આ મિશ્રણ માં પનીર ના ટુકડા ઉમેરી હળવે થી મિક્સ કરી 1/2 ક્લાલ ફ્રીઝ માં મૂકી દો.
 3. હવે ગ્રીલ પેન અથવા નોનસ્ટિક તવા પર થોડું ઘી અથવા માખણ નાખી પનીર ના ટુકડા ને અલગ અલગ કરી શેકી લો.
 4. એક કઢાઈ માં તેલ ગરમ કરી ડુંગળી નાખી સાંતળો પછી વાટેલો મસાલો નાખી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી રાંધી તેમાં ટામેટા અને બધા મસાલા નાખી મિક્સ કરો.
 5. હવે ફ્રેશ ક્રીમ નાખી જરૂરિયાત મુજબ પાણી નાખી 5 મીનિટ ધીમા તાપે રાખો.
 6. ચીઝ મિશ્રણ માટે બધી સામગ્રી ઉમેરી મિક્સ કરી દો.
 7. પરાઠા માટે ઘઉં નો લોટ, નમક ,તેલ નાખી દૂધ થી લોટ ગૂંથી 1/2 ક્લાલ ઢાંકી ને રહેવા દો.
 8. આ લોટ માંથી થોડો લોટ લઈ તેની નાની પુરી વણો પછી વચ્ચે થોડું ચીઝ નું મિશ્રણ નાખી પેક કરી ત્રિકોણ આકાર નો પરાઠો વણી લો.
 9. ગરમ તવા પર તેને મૂકી ઘી અથવા માખણ લગાવી બંને બાજુ થી સેકી લો.
 10. આ પરાઠા ને એક પ્લેટ માં મૂકી તેના પર રેડ ગ્રેવી ફેલાવો.
 11. હવે તેના પર ચીઝ મિશ્રણ નાખો.
 12. પછી પનીર ટીક્કા , બધા રંગ ના શિમલા મિર્ચ ના ટુકડા,ડુંગળી ની રિંગ,બ્લેક ઓલિવ અને પિઝા સિઝલિંગ નાખો.
 13. તૈયાર થયેલા પરાઠાઝા ને નોન સ્ટિક પેન મા થોડુ માખણ/ ઘી નાખી ધીરે થી મુકો. તેને ઢાંકી ને ચીઝ ઓગળે ત્યાં સુધી ધીમા તાપે ગેસ પર મૂકો. પછી ગરમ ગરમ ટોમેટો સોસ સાથે સર્વ કરો.

My Tip:

પરાઠા ને ગોળ,ચોરસ કે પછી ગમે તે આકાર માં બનાવી શકાય છે

Reviews for Paneer tikka parathaza Recipe in Gujarati (0)