હોમ પેજ / રેસિપી / ટમેટા બટેકા નુ શાક, રોટલા સાથે

Photo of Tameta bateka nu sham, rotla sathe by safiya abdurrahman khan at BetterButter
683
2
0.0(0)
0

ટમેટા બટેકા નુ શાક, રોટલા સાથે

Jun-28-2018
safiya abdurrahman khan
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટમેટા બટેકા નુ શાક, રોટલા સાથે રેસીપી વિશે

અેકદમ સાદુ તથા કાંદા લસણ વગરનુ ભોજન.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. શાક માટે
  2. બટાકા 3 મધ્યમ
  3. ટામેટા 3 મધ્યમ
  4. રાઈ 1 ટીસ્પૂન
  5. હળદર 1/4 ટીસ્પૂન
  6. લાલ મરચા ની ભૂકી 2 ટીસ્પૂન
  7. તેલ 1 ટેબલસ્પૂન
  8. મીઠૂ સ્વાદ મુજબ
  9. ચોખા ના લોટ 1 કપ
  10. હૂંફાળુ પાણી

સૂચનાઓ

  1. ચોખાના લોટ ને હૂંફાળા પાણી થી ખુબ જ નરમ લોટ બાંધો.
  2. થોડો મોટો લૂવો લઈ ,સૂકા લોટમા નાખી, હાથ થી થેપી રોટલો બનાવો.
  3. ખુબ જ ગરમ તવી પર બંને બાજૂ થી શેકી લો.
  4. બટેટા છોલીને નાના ચોરસ ટુકડા કરવુ અને ટમેટા ને મિક્સીમા જાડૂ જાડુ પીસવુ.
  5. શાક બનાવવા, કુકર મા 1 મોટી ચમચી તેલ નાખી રાઈ તતડાવો.
  6. તેમા છુંદેલા ટમેટા નાખી ધીમા તાપે 10 મિનિટ ઢાંકી ને પકવો.
  7. કાપેલા બટાકા,મીઠૂ,હળદર, લાલ મરચા ની ભૂકી નાખી 10 મિનિટ ઢાંકી ફરી પકવો.
  8. 1/4 કપ પાણી નાખી કુકર ને બંદ કરી 2 સીટી કરો.
  9. કૂકર ખોલી જો પાણી હોય તો સૂકવો.
  10. ભાત, રોટલા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર