દાળ બાટી | Dal bati Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  28th Jun 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Dal bati by Rani Soni at BetterButter
દાળ બાટીby Rani Soni
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  60

  મીની
 • પીરસવું

  3

  લોકો

2

1

About Dal bati Recipe in Gujarati

દાળ બાટી વાનગીઓ

દાળ બાટી Ingredients to make ( Ingredients to make Dal bati Recipe in Gujarati )

 • બાટી બનાવવા: ઘઉં નો લોટ – 2 કપ
 • ઘઉં નો કકરો લોટ 1/2 કપ
 • તેલ – 1/2 કપ
 • અજમો –1/2 ચમચી
 • બેકિંગ સોડા – 1/2 ચમચી
 • થોડું ગરમ પાણી લોટ બાંધવા
 • મીઠું સ્વાદ અનુસાર
 • ઘી 2 કપ
 • મિક્ષ દાળ માટે:  
 • તુવેર દાળ – 1 કપ
 • અડદ દાળ 2 ચમચી
 • મગ દાળ 2 ચમચી
 • ચણા દાળ –2 ચમચી
 • તેલ 4 ચમચી
 • હિંગ – 1-2 ચપટી
 • આખા લાલ મરચાં 2
 • લવિંગ 2
 • તજપાન 2
 • લીમડો 4-5 પાન
 • જીરૂ 1 ચમચી
 • હળદર પાવડર ½ ચમચી  
 • ધાણાજીરુ પાવડર 1 ચમચી
 • લાલ મરચું પાવડર 1 ચમચી
 • ટામેટાં – 2 નંગ
 • ડુંગળી 1 નંગ
 • લીલા મરચા- 1-2
 • આદુ – 2 ઇંચ લાંબો ટુકડો
 • લસણ 4-5 કળી
 • ગરમ મસાલા – 1/4 ચમચી
 • કોથમીર – બારીક સમારેલી 1 ચમચી
 • સ્વાદમુજબ માટે મીઠું
 • લીંબુ 1

How to make દાળ બાટી

 1. દાળ બાટી બનાવવા માટે: ઍક બાઉલમાં ઘઉં નો લોટ અને કકરો લોટ મિક્સ કરી મીઠું અને અજમો નાખો .
 2. તેલ માં સોડા મિક્ષ કરી લોટ માં નાખી બરાબર મિક્ષ કરો .
 3. નવસેકા પાણી ની મદદ થી ભાખરી ની કણક જેવી કણક તૈયાર કરો .
 4. 20 મિનિટ માટે કણક ને ઢાંકી રાખો, જેથી કણક ફુલી ને તૈયાર થઈ જાય.
 5. 20 મિનિટ પછી, તેલ વાળા હાથ થી કણક મસળી ને મુલાયમ્ કરો
 6. કણક ના મધ્યમ કદના ગોળા બનાવો.
 7. બાટી ના ઓવન ને ગરમ કરો .
 8. ઓવન ગરમ થાય એટલે બાટી ઉપર તેલ લગાવીને બાટી ને ઓવન ના કુકર ની જાળી ઉપર મુકો
 9. હવે ધીમા તાપ થી શેકી લો
 10. 10-15 મિનિટ થશે શેકાતા
 11. સેકાઈ જાય એટલે ઘી માં બાટી નાખી દો
 12. દાળ બનાવવા: બધી દાળ ધોઈ ને કુકર માં જરૂર મુજબ પાણી અને હળદર નાખી ને 2 સિટી વાગ્વા દો.
 13. લીલા મરચા ,આદુ લસણ ને વાટી ને પેસ્ટ બનાવો
 14. ડુંગળી ટામેટા ને ઝીણા સમારો
 15. એક ફ્રાયિંગ પેન માં તેલ ગરમ કરવા મૂકો.
 16. હિંગ અને જીરું ઉમેરો.
 17. આખા લાલ મરચાં ,તજપlન,લવિંગ , લીમડો ઉમેરી
 18. તેમાં આદુ મરચા લસણ ને નાંખી સાંતળી લો
 19. ત્યાર બાદ ડુંગળી નાંખો અને સાંતળો
 20. ટામેટા નાખો .ટામેટા ચઢે એટલે બધા મસાલા નાખી
 21. જરૂર મુજબ પાણી નાખી બાફેલી દાળ નાખો
 22. લીંબુ નો રસ નાખો
 23. હવે ઉકાળી લો .
 24. દાળ બન્યા પછી કોથમીર નાખો.
 25. દાળબાટી તૈયાર છે
 26. તેને લસણ કોથમીર ની ચટણી ,ચુરમા અને ગરમ ઘી સાથે સર્વ કરો.

My Tip:

બાફલાં બાટી બનાવવી હોય તો બાટી ને ગરમ પાણી માં એક ચમચી તેલ અને 1/2 ચમચી હળદર નાખી ઉકાળી લેવી ઠંડી કરી શેકવી.

Reviews for Dal bati Recipe in Gujarati (1)

Renuka Doshia year ago

Suparab :yum::yum::yum::yum:
જવાબ આપવો
Rani Soni
a year ago
Thanks a lot

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો