Open in app

લિટ્ટી ચોખા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Dr.Kamal Thakkar28th Jun 2018

Litti chokha ના વિશે

Ingredients to make Litti chokha in gujarati

  • લીટ્ટી માટે:
  • ઘઉં નો લોટ ૨ કપ
  • ઘી ૧/૪ કપ
  • મીઠું
  • અજમો ૧ ટી સ્પૂન
  • બેકિંગ સોડા ૧ ચપટી
  • પૂરણ માટે:
  • સતું (શેકેલા ચના નો લોટ) ૧ કપ
  • લીલું મરચું ૧
  • અથાણાં નો મસાલો ૧ ટેબલ સ્પૂન
  • સરસવ નું તેલ ૨ ટી સ્પૂન
  • આદુ ૧ ટી સ્પૂન
  • મીઠું
  • સંચર ૧/૨ ટી સ્પૂન
  • લીલા ધાણા ૨ ટી સ્પૂન
  • હળદર ૧/૨ ટી સ્પૂન
  • લાલ મરચું ૧ ટી સ્પૂન
  • ધાણા જીરું ૧ ટી સ્પૂન
  • લીંબુ નો રસ ૧ ટી સ્પૂન
  • રીંગણ ના ચોખા માટે:
  • રીંગણાં ૨ નાના/૧ મોટું
  • કાંદા ૨ ટેબલ સ્પૂન
  • લીલું મરચું ૧
  • લીલા ધાણા ૨ ટી સ્પૂન
  • સરસવ નું તેલ ૧ ટી સ્પૂન
  • મીઠું
  • બટેટા ના ચોખા માટે:
  • બાફેલા બટેટા ૩
  • મીઠું
  • લીંબુ નો રસ ૧ ટી સ્પૂન
  • લીલું મરચું ૧
  • લીલા ધાણા ૨ ટી સ્પૂન
  • કાંદા ૨ ટેબલ સ્પૂન
  • ટામેટા ના ચોખા માટે:
  • ટામેટા ૩
  • લીલું મરચું ૧
  • લીલા ધાણા ૨ ટી સ્પૂન
  • સરસવ નું તેલ ૧ નાની ચમચી
  • મીઠું

How to make Litti chokha in gujarati

  1. પેહલા લિટ્ટી માટે લોટ બાંધશું. એક મોટા વાસણ માં લોટ,મીઠું,અજમો,ઘી,અને સોડા નાખો.
  2. જરૂર પ્રમાણે પાણી લઈ ને પરોઠા ના લોટ જેવો લોટ બાંધો.
  3. ઢાંકીને મૂકી દો.
  4. પુરાણ બનાવા માટે એક બોલ માં સતું,અને બીજી બધી સામગ્રી જે પુરાણ માં લખેલી છે એ ઉમેરો.
  5. બધું સરસ ભેળવો અને થોડું ભીનું પૂરણ બનાવો.
  6. હવે લિટ્ટી ના લોટ માં થી એક લુવો લઈને ગોળ વાળો.એને આંગળી ની મદદ થી એક વાટકી જેવો આકાર આપો.
  7. આમાં પૂરણ મુકો અને પાછું બંદ કરી દો.
  8. બધીજ લિટ્ટી આવી રીતે તૈયાર કરીને ગરમ મુકેલા તંદુર અથવા ઓવેન માં મુકો.
  9. બંને બાજુ સરસ શેકાય જય એટલે ગેસ બંદ કરવો.
  10. રીંગણાં ના ચોખા માટે પેલા રીંગણ સેકી લો.એની છાલ ઉતારીને મેશ કરો.
  11. એમાં મીઠું,લીલું મરચું,કોથમીર,તેલ અને બારીક સમારેલા કાંદા ઉમેરીને મિક્સ કરો.
  12. બટેટા ના ચોખા માટે બાફેલા બટેટા નો છૂંદો કરો અને મીઠું,લીલું મરચું,કોથમીર,તેલ અને લીંબુ નો રસ ઉમેરો.
  13. ટામેટા ના ચોખા માટે પેલા ટામેટા ને ગેસ પર સેકી લો.
  14. ઠંડા થાય એટલે છાલ ઉતારીને છૂંદો કરો.એમાં મીઠું,લીલું મરચું,કોથમીર,અને તેલ ઉમેરો.
  15. ત્રણે ચોખા તૈયાર છે.હવે ગરમાગરમ લિટ્ટી ઘી માં પલાળી ને ચોખા સાથે પીરસો.

Reviews for Litti chokha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Litti chokha in gujarati

  • ચોખા ની ખીર

    1 likes
  • ચોખા ની ચકરી

    0 likes
  • મેથી ચોખા નું શાક

    1 likes
  • મેથી-ચોખા નું શાક

    1 likes