હોમ પેજ / રેસિપી / રીંગણ નો ઓળો

Photo of Rigan  no oro by Dipika Ranapara at BetterButter
709
4
0.0(0)
0

રીંગણ નો ઓળો

Jun-29-2018
Dipika Ranapara
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીંગણ નો ઓળો રેસીપી વિશે

રીંગણ નો ઓળો આખા દેશમાં ખવાય છે. બહૂ સરસ અને સ્વાદિષ્ટ છે. શિયાળામાં તો બાજરી ના રોટલા અને રીંગણ નો ઓળો અત્યંત લોકપ્રિય ગુજરાતી ભોજન છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્ટર ફ્રાય
  • શેકેલું
  • ગ્રીલ્લીંગ
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મોટા રીંગણ 2 નંગ
  2. વાટેલા આદૂ મરચા 1ચમચી
  3. 1 ચમચો લીલું લસણ બારીક સમારેલ
  4. 1 કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી
  5. 1 કપ બારીક સમારેલ ટમેટાં
  6. 1/2 ચમચી રાઇ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1ચમચી લાલ મરચું
  9. 1/2ચમચી હળદર
  10. 1ચમચો તેલ
  11. 1ચમચો ઝીણી સમારેલી કોથમીર સજાવટ માટે
  12. 1બાજરી નો રોટલો મનપસંદ આકાર વાળો

સૂચનાઓ

  1. રીંગણ ને બરાબર ધોઈ સહેજ તેલ લગાવી લેવું અને ત્રણ ચાર કાપા પાડીને ધીમા ગેસ પર ફેરવી ફેરવીને શેકી લેવા.
  2. છાલ ઉતારી રીંગણ નો પલ્પ તૈયાર કરવો.
  3. તેલ ગરમ કરી તેમાં રાઇ, આદૂ મરચા લસણ નાખી સાંતળો .
  4. લીલી ડુંગળી નાખી સાંતળો.
  5. ટમેટાં નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ચડવા દો.
  6. રીંગણ નો પલ્પ નાખી બરાબર હલાવી લો અને તેમાં મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું અને હળદર નાખી બરાબર હલાવી લો અને બે મીનીટ ઢાંકી ચડવા દો.
  7. કોથમીર ભભરાવીને ગરમાગરમ પીરસો .
  8. બાજરી ના રોટલા ઉપર રીંગણ નો ઓળો ફેલાવો અને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર