Open in app

રીંગણ નો ઓળો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Dipika Ranapara29th Jun 2018

Rigan no oro ના વિશે

Ingredients to make Rigan no oro in gujarati

  • મોટા રીંગણ 2 નંગ
  • વાટેલા આદૂ મરચા 1ચમચી
  • 1 ચમચો લીલું લસણ બારીક સમારેલ
  • 1 કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી
  • 1 કપ બારીક સમારેલ ટમેટાં
  • 1/2 ચમચી રાઇ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1ચમચી લાલ મરચું
  • 1/2ચમચી હળદર
  • 1ચમચો તેલ
  • 1ચમચો ઝીણી સમારેલી કોથમીર સજાવટ માટે
  • 1બાજરી નો રોટલો મનપસંદ આકાર વાળો

How to make Rigan no oro in gujarati

  1. રીંગણ ને બરાબર ધોઈ સહેજ તેલ લગાવી લેવું અને ત્રણ ચાર કાપા પાડીને ધીમા ગેસ પર ફેરવી ફેરવીને શેકી લેવા.
  2. છાલ ઉતારી રીંગણ નો પલ્પ તૈયાર કરવો.
  3. તેલ ગરમ કરી તેમાં રાઇ, આદૂ મરચા લસણ નાખી સાંતળો .
  4. લીલી ડુંગળી નાખી સાંતળો.
  5. ટમેટાં નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ચડવા દો.
  6. રીંગણ નો પલ્પ નાખી બરાબર હલાવી લો અને તેમાં મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું અને હળદર નાખી બરાબર હલાવી લો અને બે મીનીટ ઢાંકી ચડવા દો.
  7. કોથમીર ભભરાવીને ગરમાગરમ પીરસો .
  8. બાજરી ના રોટલા ઉપર રીંગણ નો ઓળો ફેલાવો અને પીરસો.

Reviews for Rigan no oro in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rigan no oro in gujarati

  • શાહી રીંગણ

    5 likes
  • ચણા નો લોટ

    1 likes
  • ફણસ નો શાક

    1 likes
  • રીગણનો ઓળો

    0 likes
  • દૂધી નો ઓળો

    2 likes
  • રવા નો શીરો

    4 likes