હોમ પેજ / રેસિપી / પંજાબી પરવળ

Photo of Punjabi parval by Hetal Sevalia at BetterButter
0
1
0(0)
0

પંજાબી પરવળ

Jun-29-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પંજાબી પરવળ રેસીપી વિશે

આ રેસીપી ખૂબ જ ઝડપ થી બની જાય છે.અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 250 ગ્રામ પરવળ
  2. 1 મિડીયમ સાઈઝ નું બટાકુ
  3. 1/2 કપ બારીક સમારેલી કોથમીર
  4. 5 ચમચી તેલ
  5. 1/4 ચમચી હળદર
  6. 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  7. 1/2 ચમચી લસણ-આદુ ની પેસ્ટ
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. 1 ચમચી ધાણાજીરું
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 5 ચમચી શીંગ દાણા,મગજતરી, તલ,દાળીયા નો દાણા દાર ભૂકો

સૂચનાઓ

  1. સૌપ્રથમ પરવળ ને ગાજર સાફ કરીએ તે રીતે સાફ કરી લો.છાલ ઉતારવી નહીં. તેના ઊભા 4 પીસ કરવા. બટાકા ને પણ છોલીને ઊભા સમારવા. ફ્રેંચ ફાઈસ માટે સમારીએ છીએ તે રીતે.
  2. હવે એક કૂકરમાં 1 ચમચી તેલ મૂકી પરવળ, બટાકા ઉમેરી મીઠું નાંખો.ચડવા જેટલું પાણી ઉમેરો. આશરે 1/4 કપ જેટલુ.ફાસ્ટ ગેસ પર 4 થી 5 સિટી વગાડી લો.તરત જ હવા કાઢી કૂકર ખોલી દો.જેથી પરવળ નો રંગ જળવાઈ રહે.પાણી હોય તો બાળી નાખવું.
  3. હવે એક કઢાઈમાં તેલ લઈ બધા મસાલા અને કોથમીર ઉમેરી 2 મિનિટ માટે સાતળી લો. હવે તેમાં પરવળ, બટાકા ઉમેરી દો. હળવા હાથેથી મિક્સ કરી ઢાંકી ને 2 મિનીટ ધીમા તાપે રાખો. ગરમાગરમ સબ્જી રોટલી, ભાખરી, અથવા પરોઠા સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર