Open in app

શામ સવેરા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Urvashi Belani29th Jun 2018

Sham savera ના વિશે

Ingredients to make Sham savera in gujarati

  • કોફતા બનાવવા માટે:
  • પાલક ની લેયર માટે
  • 250ગ્રામ પાલક
  • 2 બ્રેડ ની સ્લીસેસ
  • સ્વાદાનુસાર નમક
  • પનીર નું પૂરણ માટે:
  • 50ગ્રામ પનીર
  • સ્વાદાનુસાર નમક
  • 1/4 ચમચી સફેદ મરચું પાવડર
  • 2થી3 ટીપાં લીંબુ નો રસ
  • ગ્રેવી માટે:
  • 2-3ચમચા તેલ
  • 1/2ચમચી જીરું
  • આખા મસાલા(લવિંગ, તજ,તેજપાન, ઈલાયચી)
  • 2 ડુંગળી ની પેસ્ટ
  • 2 ટામેટા ની પેસ્ટ
  • 1 ચમચી વાટેલા આદુ લસણ મરચા
  • 1 ચમચી લાલ મરચુ
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • સ્વાદાનુસાર નમક
  • 1/2 ચમચી કિચેન કિંગ મસાલો
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/4 ચમચી કસૂરી મેથી
  • 2 ચમચી દહીં
  • 1/4,કપ કાજુ અને મગજતરી ના બીજ ની પેસ્ટ
  • લીલા ધાણા

How to make Sham savera in gujarati

  1. પાલક ને ધોઈ ને ઉકળતા પાણી માં નાખી ગેસ બંદ કરો ,2 મિનિટ પછી પાણી માંથી કાઢી બરાબર નિચોડી ને પાણી કાઢવું.
  2. હવે તેમાં બ્રેડ અને નમક નાખી બરાબર મિક્ષ કરી લો.
  3. પનીર ને છીણી ને બધી સામગ્રી ભેગી કરી દો.
  4. પાલક નું થોડું મિશ્રણ લઈ તેમાં પનીર ભરી નેપેક કરી ગોળ કોફતા નો આકાર આપો. પછી ગરમ તેલ માં તળી દો.
  5. ગ્રેવી માટે તેલ ગરમ કરી તેમાં જીરું અને આખો મસાલો નાખી ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો.1 મિનિટ પછી વાટેલો મસાલો નાખી ગોલ્ડન રંગ આવે ત્યારે ટામેટા અને સૂકા મસાલા નાખો.
  6. ગ્રેવી તેલ છોડે પછી દહીં અને કાજુ-મગજ ની પેસ્ટ નાખી મિક્સ કરો.
  7. જરૂરિયાત મુજબ પાણી નાખી5 મિનિટ ઘીમાં તાપે ઢાંકી ને રાખો. .
  8. સર્વિંગ પ્લેટ માં કોફ્તા ને વચ્ચે થી કાપી ને મુકો. તેના પર ગ્રેવી નાખી લીલા ધાણા અને ગરમ મસાલો નાંખી સર્વ કરો.

Reviews for Sham savera in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sham savera in gujarati

  • શામ સવેરા

    1 likes