હોમ પેજ / રેસિપી / મલાઈ કોફતા

Photo of Malai kofta in white gravy by Divya Chetnani at BetterButter
1395
2
0.0(0)
0

મલાઈ કોફતા

Jun-29-2018
Divya Chetnani
45 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલાઈ કોફતા રેસીપી વિશે

હવે બનાવો નવરત્ન ગ્રેવીમાં કોફતા એકદમ સરળ રીતે..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • પંજાબી
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા
  2. ૫૦ ગ્રામ પનીર છીણેલુ
  3. ૧/૨ વાટકી પલાળેલા પૌવા
  4. ૨-૩ ચમચા કોર્ન ફ્લોર
  5. ૩ કાંદા
  6. ૪-૫ કડી લસણ
  7. ૪ લીલા મરચા
  8. ૧ નાનો આદુ નો ટુકડો
  9. ૪-૫ કાજુ
  10. ૫૦ ગ્રામ માવો
  11. ૨ ચમચા મલાઈ
  12. ૨ ચમચી દહીં
  13. ૧/૨ નાની ચમચી કાળી મરી
  14. ૧/૨ ચમચી ગરમ મસાલો
  15. ૧ તજ
  16. ૨-૩ લવિંગ
  17. નમક સ્વાદ અનુસાર
  18. ૧ ચમચી કસૂરી મેથી
  19. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ કોફતા માટે બટાકાને બરાબર છીણી નાખો પછી એમાં છીણેલુ પનીર ઉમેરો. અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર અને સ્વાદ અનુસાર નમક નાખી મિક્સ કરો. હવે એમાં અડધી વાટકી પલાળેલા પૌવા અને બેથી ત્રણ ચમચી કોર્નફ્લોર નાખીને મિક્સ કરો.
  2. હવે આ મિશ્રણ ને અડધો કલાક ફ્રીજમાં મૂકી દેવો
  3. અડધો કલાક પછી હવે આ મિશ્રણના નાના નાના બોલ્સ બનાવી તેને તેલમાં બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
  4. ગ્રેવી બનાવવા માટે સૌપ્રથમ ૩ કાંદા અને પાંચથી છ કાજુના ટુકડાને બાફી લેવો.
  5. હવે એક મિક્સરમાં બાફેલા કાંદા અને કાજુ કાઢી લેવો એમાં ૩ થી ૪ લીલા મરચા અને આદુનો ટુકડો નાખીને બરાબર પેસ્ટ થાય એવી રીતે પીસી લેવું.
  6. હવે 1 કડાઈ માં 3 ચમચા તેલ અને 2 ચમચા ઘી નાખવું. ગરમ થાય એક તજનો ટુકડો બેથી ત્રણ કાળી મરી નાખીને સાંતળો.
  7. હવે કડાઈમાં પીસેલી ગ્રેવી નાખો અને બરાબર સાંતળો.
  8. હવે ગ્રેવીમાં ૫૦ ગ્રામ માવો છીણીને નાખો અને બરાબર મિક્સ કરો. બે મિનિટ પછી એમાં બે ચમચી મલાઈ અને 2 ચમચી દહીં નાંખવી.
  9. હવે ગ્રેવી માં સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો નાખો.
  10. બરાબર તેલ આવી જાય ત્યાં સુધી એને સાંતળવું. છેલ્લે એમાં અડધો કપ પાણી નાખી ગ્રેવી ને થોડી રસાવાળી કરવી.
  11. હવે છેલ્લે તેમાં કસુરી મેથી નાખો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર