Open in app

લગ્ન મા બનતું વાલનું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Apeksha's Kitchen30th Jun 2018

Val nu shak ના વિશે

Ingredients to make Val nu shak in gujarati

  • 150 ગ્રામ વાલ
  • 75 ગ્રામ ગળ
  • 10 ગ્રામ આમલી
  • 2 ટી-સ્પુન બેસન
  • 2 ટી-સ્પુન મોળુ દહીં
  • 3 ચમચી તેલ
  • 1 ચમચી અજમો
  • 1/2 ટી-સ્પુન હીંગ
  • 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ
  • 2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી ધાનાજીરુ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • કોથમીર ઝીણી સમારેલી
  • જરૂર પ્રમાણે પાણી

How to make Val nu shak in gujarati

  1. વાલ મા ચપટી સોડા નાખી આખી રાત પલાળી રાખો. અવે તેમા મીઠું નાખી ને બાફી લો.
  2. બેસન અને દહીં ને મિક્સ કરી તેની પેસ્ટ તૈયાર કરો જરૂર લાગે તો થોડું પાણી એડ કરી શકાય
  3. એક પેન માં તેલ ગરમ કરી તેમાં અજમો હાથ પર મસળીને નાખો. હીંગ અને લીલા મરચાં ની પેસ્ટ એડ કરો અવે તેમા હળદર નાખીદો.
  4. તેમા બાફેલા વાલ નાખો અને બરાબર મિક્સ કરી લો. અવે તેમા તૈયાર કરેલી બેસન ની પેસ્ટ એડ કરો. બધા મસાલા અને થોડું પાણી નાખો. થોડુંક ઉકળે એટલે ગોળ અને આમલી નાખો.
  5. ફરી થોડું પાણી એડ કરી ઉકાળો. થોડુંક ઘટ્ટ થાય. એટલે કોથમીર નાખીદો.
  6. ગરમાગરમ રોટલી અને ભાત સાથે પીરસવું

Reviews for Val nu shak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Val nu shak in gujarati