હોમ પેજ / રેસિપી / લગ્ન મા બનતું વાલનું શાક

Photo of Val nu shak by Apeksha's Kitchen at BetterButter
872
4
0.0(0)
0

લગ્ન મા બનતું વાલનું શાક

Jun-30-2018
Apeksha's Kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લગ્ન મા બનતું વાલનું શાક રેસીપી વિશે

લગ્ન પ્રસંગે બનતું વાલનું શાક આપણને ખુબજ ભાવે છે તો આજે આપણે જાણીએ કે આ શાક ઘરે કેવી રીતે બનાવી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 150 ગ્રામ વાલ
  2. 75 ગ્રામ ગળ
  3. 10 ગ્રામ આમલી
  4. 2 ટી-સ્પુન બેસન
  5. 2 ટી-સ્પુન મોળુ દહીં
  6. 3 ચમચી તેલ
  7. 1 ચમચી અજમો
  8. 1/2 ટી-સ્પુન હીંગ
  9. 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ
  10. 2 ચમચી લાલ મરચું પાવડર
  11. 1/2 ચમચી હળદર
  12. 1 ચમચી ધાનાજીરુ
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. કોથમીર ઝીણી સમારેલી
  15. જરૂર પ્રમાણે પાણી

સૂચનાઓ

  1. વાલ મા ચપટી સોડા નાખી આખી રાત પલાળી રાખો. અવે તેમા મીઠું નાખી ને બાફી લો.
  2. બેસન અને દહીં ને મિક્સ કરી તેની પેસ્ટ તૈયાર કરો જરૂર લાગે તો થોડું પાણી એડ કરી શકાય
  3. એક પેન માં તેલ ગરમ કરી તેમાં અજમો હાથ પર મસળીને નાખો. હીંગ અને લીલા મરચાં ની પેસ્ટ એડ કરો અવે તેમા હળદર નાખીદો.
  4. તેમા બાફેલા વાલ નાખો અને બરાબર મિક્સ કરી લો. અવે તેમા તૈયાર કરેલી બેસન ની પેસ્ટ એડ કરો. બધા મસાલા અને થોડું પાણી નાખો. થોડુંક ઉકળે એટલે ગોળ અને આમલી નાખો.
  5. ફરી થોડું પાણી એડ કરી ઉકાળો. થોડુંક ઘટ્ટ થાય. એટલે કોથમીર નાખીદો.
  6. ગરમાગરમ રોટલી અને ભાત સાથે પીરસવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર