હોમ પેજ / રેસિપી / કિવનોઆ ખીચડી

Photo of Quinoa khichdi by Urvashi Belani at BetterButter
813
5
0.0(0)
0

કિવનોઆ ખીચડી

Jun-30-2018
Urvashi Belani
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કિવનોઆ ખીચડી રેસીપી વિશે

આ રેસીપી માં કિવનોઆ, મગ ની દાળ અને શાકભાજી નાખી મિક્સ મસાલા હેલ્થી ખીચડી બનવી છે.

રેસીપી ટૈગ

  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ કિવનોઆ
  2. 1/4 કપ મગ ની પીળી દાળ
  3. 1 બારીક કાપેલી ડુંગળી
  4. 2 બારીક કાપેલા લીલા મરચા
  5. 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  6. 1 બારીક કાપેલું ટામેટું
  7. 1/2 બારીક કાપેલું શિમલા મિર્ચ
  8. 1/2 બારીક કાપેલું ગાજર
  9. 1/4 કપ લીલા વટાણા
  10. 1/2 ચમચી રાઈ
  11. આવશક્તા અનુસાર આખા ગરમ મસાલા(તજ,લવિંગ, તેજપાન,ઇલાયચી)
  12. 2 આખા લાલ મરચાં
  13. 2 ચમચા સિંગદાણા
  14. 1 ચમચી લાલ મરચું
  15. 1/2 ચમચી હળદર
  16. 1/2 ચમચી ગરમ મસાલો
  17. સ્વાદાનુસાર નમક
  18. 1લીંબુ નો રસ
  19. લીલાં ધાણા
  20. 2 ચમચા ઘી

સૂચનાઓ

  1. કવિનોઆ અને દાળ ને 1/2 કલાક પાણી માં પલાળી પછી 2 -3 વાર પાણી માં ધોઈ લો.
  2. 2 ગ્લાસ પાણી ગરમ કરી ઉકળવા મુકો, ઉકળી જાય ત્યારે કવિનોઆ અને દાળ નાંખી બાફવા મુકો.બરાબર બફાઈ જાય ત્યારે ગેસ બંદ કરી દો.
  3. એક કઢાઈ માં ઘી ગરમ કરી તેમાં રાઈ, લાલમરચાં, આખા મસાલા નાખી ડુંગળી નાખો.1 મિનિટ પછી લીલા મરચા, આદુ લસણ,સિંગદાણા નાખી 2 મિનિટ સાંતળો.
  4. પછી ટામેટું,શિમલા મિર્ચ, વટાણા,ગાજર અને સૂકા મસાલા નાખી 2 મિનિટ પકાવો.
  5. હવે કિવનોઆ, દાળ અને લીંબુ નાખી બરાબર મિક્ષ કરો. 2 મિનિટ પછી લીલા ધાણા નાખો.
  6. હવે કોલસા ને ગેસ પર ગરમ કરવા મુકો,જ્યારે ગરમ થઇ જાય પછી એક વાટકી માં મૂકી તેને ખીચડી ની ઉપર મુકો.પછી 1 ચમચી ઘી કોલસા પર નાખી જલ્દી થી ઢાંકણ લગાવી દો. 5 મિનિટ પછી ઢાંકણ ખોલી કોલસા વાળી વાટકી હટાવી દો.
  7. ગરમ ગરમ ખીચડી પાપડ,આચાર,ઘી અને દહીં સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર