Open in app

તપેલી નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Hetal Sevalia30th Jun 2018

Tapeli nu shak ના વિશે

Ingredients to make Tapeli nu shak in gujarati

  • મુઠીયા ની સામગ્રી
  • 1/4 કપ રાધેલો ભાત
  • 1 મિડીયમ ડુંગળી બારીક સમારેલી
  • 1/4 કપ બારીક સમારેલ ફુદીનો
  • 2 ચમચી તેલ
  • 1/4 ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 ચમચી લાલમરચુ
  • 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • 1/2 ચમચી લસણની પેસ્ટ
  • 1/2 ચમચી આદુની પેસ્ટ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • ગ્રેવી ની સામગ્રી
  • 3 ડુંગળી બારીક સમારેલી
  • 1 ટામેટું સમારેલું
  • 1 બટાકા ના મોટા ટુકડા
  • 150ગ્રામ રતાળુ ના મોટા ટુકડા
  • આખો ગરમ મસાલો
  • 1 મોટો ચમચો તેલ
  • હળદર, ગરમ મસાલો, લાલમરચુ,લીલાં મરચાં, લસણ, આદું, ઉપર મુજબ
  • મીઠું જરૂર મુજબ

How to make Tapeli nu shak in gujarati

  1. દાળને 4થી5 કલાક પલાળી દો.દાળ અને ભાત ને પીસી લો.સખત પીસવુ. જરૂર જેટલું જ પાણી વાપરવું. તેને એક થાળીમાં કાઢી તેમાં તેલ,ડુંગળી, ફુદીનો, બઘા મસાલા ઉમેરી મિક્સ કરો.તેમાં થી નાના ગોળ મુઠીયા વાળી ગોલ્ડન તળી લો. 1 મુઠીયા જેટલુ મિશ્રણ બાકી રાખવું.
  2. ભાત ને લીધે મુઠીયા ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બનશે.મુઠીયા તળી લીધા બાદ બટાકા અને રતાળુ ના ટુકડા પણ ગોલ્ડન તળી લેવા.
  3. એક કૂકરમાં તેલ લઈ મરી, તજ,લવિંગ, બાડીયા, તમાલપત્ર, ઉમેરી ડુંગળી ઉમેરો. તેને સાતળી ટામેટા સાતળો. મીઠું અને પા ગ્લાસ પાણી રેડી 1 સિટી ફાસ્ટ પર 5 મિનિટ ધીમા તાપે થવા દો. કૂકર ખોલી વલોવી લો.એક કઢાઈમાં ખાલી કરી હળદર, ગરમ મસાલો, લાલમરચુ, લીલાં મરચાં, લસણ, આદું, મુઠીયા નું જે મિશ્રણ બાકી રાખ્યું હતું તે પણ ઉમેરી સાતળી લો.હવે તે માં અઢી ગ્લાસ પાણી ઉમેરી દો.ઊકળે એટલે બટાકા, રતાળુ ઉમેરો. ઢાંકી ને ધીમા તાપે10 મિનિટ થવા દો.હવે મુઠીયા ઉમેરી તેને પણ10 મિનિટ થવા દો.મુઠીયા ફુલી ને સોફ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો. આ શાક રોટલી અને જીરા રાઈસ બંને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

Reviews for Tapeli nu shak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tapeli nu shak in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes