હોમ પેજ / રેસિપી / તપેલી નું શાક

Photo of Tapeli nu shak by Hetal Sevalia at BetterButter
3851
2
0.0(0)
0

તપેલી નું શાક

Jun-30-2018
Hetal Sevalia
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તપેલી નું શાક રેસીપી વિશે

આ રેસિપી સુરત શહેર ની ફેમસ અને ટેસ્ટી રેસિપી છે. જે તપેલી નું શાક,ચણાની દાળ ના મુઠીયા નું શાક,ભગય મુઠીયા નું શાક જેવા અલગ અલગ નામ થી ઓળખાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. મુઠીયા ની સામગ્રી
  2. 1/4 કપ રાધેલો ભાત
  3. 1 મિડીયમ ડુંગળી બારીક સમારેલી
  4. 1/4 કપ બારીક સમારેલ ફુદીનો
  5. 2 ચમચી તેલ
  6. 1/4 ચમચી હળદર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1/2 ચમચી લાલમરચુ
  9. 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  10. 1/2 ચમચી લસણની પેસ્ટ
  11. 1/2 ચમચી આદુની પેસ્ટ
  12. 1/2 ચમચી ગરમ મસાલો
  13. ગ્રેવી ની સામગ્રી
  14. 3 ડુંગળી બારીક સમારેલી
  15. 1 ટામેટું સમારેલું
  16. 1 બટાકા ના મોટા ટુકડા
  17. 150ગ્રામ રતાળુ ના મોટા ટુકડા
  18. આખો ગરમ મસાલો
  19. 1 મોટો ચમચો તેલ
  20. હળદર, ગરમ મસાલો, લાલમરચુ,લીલાં મરચાં, લસણ, આદું, ઉપર મુજબ
  21. મીઠું જરૂર મુજબ

સૂચનાઓ

  1. દાળને 4થી5 કલાક પલાળી દો.દાળ અને ભાત ને પીસી લો.સખત પીસવુ. જરૂર જેટલું જ પાણી વાપરવું. તેને એક થાળીમાં કાઢી તેમાં તેલ,ડુંગળી, ફુદીનો, બઘા મસાલા ઉમેરી મિક્સ કરો.તેમાં થી નાના ગોળ મુઠીયા વાળી ગોલ્ડન તળી લો. 1 મુઠીયા જેટલુ મિશ્રણ બાકી રાખવું.
  2. ભાત ને લીધે મુઠીયા ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બનશે.મુઠીયા તળી લીધા બાદ બટાકા અને રતાળુ ના ટુકડા પણ ગોલ્ડન તળી લેવા.
  3. એક કૂકરમાં તેલ લઈ મરી, તજ,લવિંગ, બાડીયા, તમાલપત્ર, ઉમેરી ડુંગળી ઉમેરો. તેને સાતળી ટામેટા સાતળો. મીઠું અને પા ગ્લાસ પાણી રેડી 1 સિટી ફાસ્ટ પર 5 મિનિટ ધીમા તાપે થવા દો. કૂકર ખોલી વલોવી લો.એક કઢાઈમાં ખાલી કરી હળદર, ગરમ મસાલો, લાલમરચુ, લીલાં મરચાં, લસણ, આદું, મુઠીયા નું જે મિશ્રણ બાકી રાખ્યું હતું તે પણ ઉમેરી સાતળી લો.હવે તે માં અઢી ગ્લાસ પાણી ઉમેરી દો.ઊકળે એટલે બટાકા, રતાળુ ઉમેરો. ઢાંકી ને ધીમા તાપે10 મિનિટ થવા દો.હવે મુઠીયા ઉમેરી તેને પણ10 મિનિટ થવા દો.મુઠીયા ફુલી ને સોફ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો. આ શાક રોટલી અને જીરા રાઈસ બંને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર