હોમ પેજ / રેસિપી / અળવી નું શાક

Photo of Aarvi nu shaak by Hetal Sevalia at BetterButter
750
1
0.0(0)
0

અળવી નું શાક

Jun-30-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અળવી નું શાક રેસીપી વિશે

આ એક પૌષ્ટીક અને ફટાફટ બની જાય તેવી રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 250 ગ્રામ અળવી
  2. 1 મોટી સાઈઝની ડુંગળી બારીક સમારેલી
  3. 1 ટામેટું બારીક સમારેલ
  4. 1/4 કપ દહીં મોળું
  5. 1/4 ચમચી હળદર
  6. 1/2 ચમચી લાલમરચુ
  7. 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  8. 1/2 ચમચી લસણ-આદું ની પેસ્ટ
  9. 1/2 ચમચી ધાણાજીરું
  10. 1/4 ચમચી આમચૂર પાવડર
  11. 1/2 ગરમ મસાલો
  12. 3 ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ અળવી ને છોલી તેના ઊભા ટુકડા કરવા. થોડા જાડા કાપવા. તમારી ઈચ્છા હોય તો ગોળ પણ કાપી શકાય. તેને તેલમાં તળી લો. ગોલ્ડન થવા આવે એટલે કાઢી લો.
  2. હવે એક કૂકરમાં તેલ લઇ તેમાં ડુંગળી ઉમેરો. ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતળો. પછી ટામેટાં સાતળી લો.હવે તેમાં દહીં, અને મસાલા ઉમેરી તેલ છૂટે ત્યાં સુધી સાતળો. હવે તેમાં અળવી ઉમેરી અડધો ગ્લાસ પાણી નાખી 1 સિટી ફાસ્ટ પર અને 5 મિનિટ ધીમા તાપે થવા દો.ઉપરથી કોથમીર ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર