Open in app

ગવાર ઢોકળી નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  2 people
Jyoti Adwani1st Jul 2018

GWAR dhokli ki sabji ના વિશે

Ingredients to make GWAR dhokli ki sabji in gujarati

  • ૨૫૦ ગ્રામ ગવાર સમારેલી
  • લાલ મરચું ૧ ચમચી
  • હળદર ૧ /૪ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ ૨ ચમચી
  • ખાવાનો સોડા ૧/૪ ચમચી
  • અજમો ૧/૪ ચમચી
  • લીમડો વઘાર માટે
  • ઘઉં નો લોટ ૧ કપ
  • ધાણા જીરું ૧ ચમચી
  • ગોળ અડધી ચમચી
  • રાય ૧/૪ ચમચી
  • ટામેટા ૨ બારીક સમારેલા
  • લસણ ૪ થી ૫ કળી

How to make GWAR dhokli ki sabji in gujarati

  1. ઢોકળી બનવા માટે ઘઉં ના લોટ માં ચપટી હળદર,નિમક,સોડા, અડધી ચમચી જેટલું તેલ નું મોઇન, અડધી ચમચી લાલ મરચું નાખીને જરૂર મુજબ પાણી લો અને કઠણ લોટ બાંધો.
  2. હવે શાક ના વઘાર માટે કુકર માં તેલ ગરમ કરવા મુકો.
  3. તેલ ગરમ થતા જ તેમાં રાઈ,લીમડો,અજમો નો વઘાર મુકો.
  4. હવે તેમાં ટામેટું ઉમેરો અને તેને સાંતળો.
  5. હવે ગવાર ઉમેરો અને ત્યાર બાદ હળદર,લસણ ની ચટણી,ધાણા જીરું ઉમેરી ને સાંતળો.
  6. લસણ ની ચટણી માટે લસણ માં ચપટી લાલ મરચું નાખીને વાટી લો.
  7. ધ્યાન રાખો કે શાક ને જેટલું ધીમા તાપે સંતળાય એટલું જ સ્વાદિષ્ટ બને છે.
  8. શાક સંતળાય ત્યાં સુધી ઢોકળી ના લોટ માંથી નાની નાની ઢોકળી વાલી લો.નાના બોલ વાળી ને હાથ થી દબાઈ લો.
  9. શાક સારી રીતે સંતળાય એટલે,લાલ મરચું,ગોળ અને ઢોકળી નાખીને મિક્સ કરો.ધ્યાન રાખો કે ઢોકળી તૂટી ન જાય.
  10. હવે જરૂર મુજબ નું પાણી ઉમેરીને ૩ થી ૪ સીટી કરાવી લો.
  11. લો તૈયાર છે સ્વાદિષ્ટ ગવાર ઢોકળી નું શાક એને ગરમા ગરમ રોટલી સાથે પીરસો.

Reviews for GWAR dhokli ki sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to GWAR dhokli ki sabji in gujarati

  • મગ નું શાક

    3 likes
  • કલી નું શાક

    2 likes
  • ગવાર નું શાક

    7 likes
  • સરસો નું શાક

    8 likes
  • વાડી નું શાક

    5 likes
  • પાપડ નું શાક

    2 likes