હોમ પેજ / રેસિપી / ગવાર ઢોકળી નું શાક

Photo of GWAR dhokli ki sabji by Jyoti Adwani at BetterButter
555
3
0.0(0)
0

ગવાર ઢોકળી નું શાક

Jul-01-2018
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગવાર ઢોકળી નું શાક રેસીપી વિશે

આ શાક નું નામ આવતાજ મોમાં પાણી આવિ જાય. ગવાર ની સાથે ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨૫૦ ગ્રામ ગવાર સમારેલી
  2. લાલ મરચું ૧ ચમચી
  3. હળદર ૧ /૪ ચમચી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. તેલ ૨ ચમચી
  6. ખાવાનો સોડા ૧/૪ ચમચી
  7. અજમો ૧/૪ ચમચી
  8. લીમડો વઘાર માટે
  9. ઘઉં નો લોટ ૧ કપ
  10. ધાણા જીરું ૧ ચમચી
  11. ગોળ અડધી ચમચી
  12. રાય ૧/૪ ચમચી
  13. ટામેટા ૨ બારીક સમારેલા
  14. લસણ ૪ થી ૫ કળી

સૂચનાઓ

  1. ઢોકળી બનવા માટે ઘઉં ના લોટ માં ચપટી હળદર,નિમક,સોડા, અડધી ચમચી જેટલું તેલ નું મોઇન, અડધી ચમચી લાલ મરચું નાખીને જરૂર મુજબ પાણી લો અને કઠણ લોટ બાંધો.
  2. હવે શાક ના વઘાર માટે કુકર માં તેલ ગરમ કરવા મુકો.
  3. તેલ ગરમ થતા જ તેમાં રાઈ,લીમડો,અજમો નો વઘાર મુકો.
  4. હવે તેમાં ટામેટું ઉમેરો અને તેને સાંતળો.
  5. હવે ગવાર ઉમેરો અને ત્યાર બાદ હળદર,લસણ ની ચટણી,ધાણા જીરું ઉમેરી ને સાંતળો.
  6. લસણ ની ચટણી માટે લસણ માં ચપટી લાલ મરચું નાખીને વાટી લો.
  7. ધ્યાન રાખો કે શાક ને જેટલું ધીમા તાપે સંતળાય એટલું જ સ્વાદિષ્ટ બને છે.
  8. શાક સંતળાય ત્યાં સુધી ઢોકળી ના લોટ માંથી નાની નાની ઢોકળી વાલી લો.નાના બોલ વાળી ને હાથ થી દબાઈ લો.
  9. શાક સારી રીતે સંતળાય એટલે,લાલ મરચું,ગોળ અને ઢોકળી નાખીને મિક્સ કરો.ધ્યાન રાખો કે ઢોકળી તૂટી ન જાય.
  10. હવે જરૂર મુજબ નું પાણી ઉમેરીને ૩ થી ૪ સીટી કરાવી લો.
  11. લો તૈયાર છે સ્વાદિષ્ટ ગવાર ઢોકળી નું શાક એને ગરમા ગરમ રોટલી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર