ગાજર અને વટાણા નું શાક | Gajar ane vatana nu shak Recipe in Gujarati

ના દ્વારા Jigisha Jayshree  |  2nd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Gajar ane vatana nu shak recipe in Gujarati, ગાજર અને વટાણા નું શાક, Jigisha Jayshree
ગાજર અને વટાણા નું શાકby Jigisha Jayshree
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

6

0

ગાજર અને વટાણા નું શાક વાનગીઓ

ગાજર અને વટાણા નું શાક Ingredients to make ( Ingredients to make Gajar ane vatana nu shak Recipe in Gujarati )

 • ૫૦૦ ગ્રામ ગાજર
 • ૧૦૦ ગ્રામ વટાણા
 • ૨ ચમચા તેલ
 • ૧ નાની ચમચી રાઈ
 • ૧ ચુટકી હીંગ
 • ૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
 • ૨ નાની ચમચી ધાણા અને જીરું પાવડર
 • અડધી ચમચી હળદર પાવડર
 • મીઠું સ્વાદ પ્રમાણે

How to make ગાજર અને વટાણા નું શાક

 1. સર્વ પ્રથમ ગાજર નેં છોલી ને ધોઈ લો.
 2. પછી તેનો વચ્ચે નો પીળો ભાગ કાઢી નાંખો.
 3. હવે ગાજર ને કાપી ને ટૂકડા કરો.
 4. વટાણા ને છોલી ને દાણા કાઢો
 5. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી ચટકાવો.
 6. પછી એક ચુટકી હીંગ નાંખો.
 7. હવે તેમાં કાપેલા ગાજર અને વટાણા નાખી મિક્સ કરો.
 8. હવે તેમાં ઉપર બતાવેલ મસાલા અને મીઠુ સ્વાદમુજબ નાંખો અને મિક્સ કરી લો.
 9. ઢાંકીને ધીમી આંચ પર ચઢવા દો.
 10. વચ્ચે વચ્ચે હલાવી લો કેમ કે બધી બાજુ થી ચઢી જાય.
 11. શાક ચઢી જાય તો ડીસ માં માં કાઢી ગરમા ગરમ રોટલી સાથે પરોસો.

My Tip:

આમાં લીલી ડુંગળી નાખીને પણ બની શકે છે.

Reviews for Gajar ane vatana nu shak Recipe in Gujarati (0)