Open in app

માઈક્રોવેવ મા બનાવેલ ઝટપટ ગટ્ટે સબ્જી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  14 min
પીરસવું  3 people

Zatpat gatta carry in microwave ના વિશે

Ingredients to make Zatpat gatta carry in microwave in gujarati

  • ચણા નો લોટ 1 કપ
  • કાંદા ની પેસ્ટ 2 મોટા ચમચા
  • આદુ લસણની પેસ્ટ 1 મોટી ચમચી
  • દહીં 2 મોટા ચમચા
  • ટમેટા બારિક કાપેલા 1 મોટી ચમચી
  • તેલ 2 મોટા ચમચા
  • ખાંડ 1 નાની ચમચી
  • નમક સ્વાદ મુજબ
  • કાજુ અને મગજતરી ની પેસ્ટ 1 મોટી ચમચી
  • પાણી જરૂર મુજબ
  • ખાવા નો સોડા 1/2 નાની ચમચી
  • લાલ મરચાંનો પાવડર 1 મોટી ચમચી
  • હળદર 1 નાની ચમચી
  • ધાણા જીરુ પાવડર 2 મોટા ચમચા
  • ગરમ મસાલો 1 મોટી ચમચી
  • જીરૂ 1 ચમચી
  • હીંગ 2 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • અજમો 1/2 ચમચી
  • લીલા ધાણા તથા ફુદીનો 1 મોટી ચમચી

How to make Zatpat gatta carry in microwave in gujarati

  1. સૌ પ્રથમ ગટ્ટા માટે એક બાઉલમાં ચણા નો લોટ લો
  2. હવે તેમાં મસાલા મા હીંગ, સોડા, મરચુ પાવડર, ધાણા જીરુ પાવડર, નમક, અજમો, હલદી, આદુ લસણની પેસ્ટ, નાખી મીક્સ કરો
  3. હવે તેમાં તેલ નુ મોણ નાંખી ને મીડિયમ લોટ બાંધી ને એના લુઆ બનાવી લેવા
  4. હવે માઈક્રોવેવ શેફ ઢાંકણ વાળા બાઉલમાં લુઆ લઇ થોડુ પાણી નાંખીને ઢાંકી ને માઈક્રોવેવ મા 3 મિનિટ પકાવવુ
  5. ગટ્ટા ઠંડા થાય ત્યાં સુધીમાં ગ્રેવી માટે માઈક્રો શેફ ઢાંકણ વાળા બાઉલમાં તેલ લઇ 2 મિનિટ ગરમ કરો
  6. હવે તેમાં જીરૂ, હીંગ નાખી 1 મિનિટ પકાવવુ હવે તેમાં કાંદા ની પેસ્ટ, ટામેટા ની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ નાંખીને 3 મિનિટ પકાવવુ
  7. હવે બાકી રહેલી બધી સામગ્રી ઉમેરી ને મીક્સ કરી પાણી ઉમેરી 3 મિનિટ પકાવવુ
  8. હવે ગટ્ટા ને કટ કરી ગ્રેવી મા ઉમેરી ઢાંકણ ઢાંકી 2 મિનિટ સુધી પકાવવુ
  9. લીલા ધાણા તથા ફુદીનો નાંખી કસુરી મેથી નાખી ને રોટલી કે રોટલા સાથે પીરસવુ

Reviews for Zatpat gatta carry in microwave in gujarati (0)

No reviews yet.

Recipes similar to Zatpat gatta carry in microwave in gujarati