હોમ પેજ / રેસિપી / માઈક્રોવેવ મા બનાવેલ ઝટપટ ગટ્ટે સબ્જી

Photo of Zatpat gatta carry in microwave by Mrs.Raziya Banu M. Lohani at BetterButter
575
2
0.0(0)
0

માઈક્રોવેવ મા બનાવેલ ઝટપટ ગટ્ટે સબ્જી

Jul-02-2018
Mrs.Raziya Banu M. Lohani
5 મિનિટ
તૈયારી નો સમય
14 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માઈક્રોવેવ મા બનાવેલ ઝટપટ ગટ્ટે સબ્જી રેસીપી વિશે

આ શાક મે માઈક્રોવેવ મા ફક્ત 13 થી 14 મિનિટ મા બનાવેલ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • રાજસ્થાન
  • બાફવું
  • માઈક્રોવેવિંગ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ચણા નો લોટ 1 કપ
  2. કાંદા ની પેસ્ટ 2 મોટા ચમચા
  3. આદુ લસણની પેસ્ટ 1 મોટી ચમચી
  4. દહીં 2 મોટા ચમચા
  5. ટમેટા બારિક કાપેલા 1 મોટી ચમચી
  6. તેલ 2 મોટા ચમચા
  7. ખાંડ 1 નાની ચમચી
  8. નમક સ્વાદ મુજબ
  9. કાજુ અને મગજતરી ની પેસ્ટ 1 મોટી ચમચી
  10. પાણી જરૂર મુજબ
  11. ખાવા નો સોડા 1/2 નાની ચમચી
  12. લાલ મરચાંનો પાવડર 1 મોટી ચમચી
  13. હળદર 1 નાની ચમચી
  14. ધાણા જીરુ પાવડર 2 મોટા ચમચા
  15. ગરમ મસાલો 1 મોટી ચમચી
  16. જીરૂ 1 ચમચી
  17. હીંગ 2 ચમચી
  18. કસુરી મેથી 1 ચમચી
  19. અજમો 1/2 ચમચી
  20. લીલા ધાણા તથા ફુદીનો 1 મોટી ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ગટ્ટા માટે એક બાઉલમાં ચણા નો લોટ લો
  2. હવે તેમાં મસાલા મા હીંગ, સોડા, મરચુ પાવડર, ધાણા જીરુ પાવડર, નમક, અજમો, હલદી, આદુ લસણની પેસ્ટ, નાખી મીક્સ કરો
  3. હવે તેમાં તેલ નુ મોણ નાંખી ને મીડિયમ લોટ બાંધી ને એના લુઆ બનાવી લેવા
  4. હવે માઈક્રોવેવ શેફ ઢાંકણ વાળા બાઉલમાં લુઆ લઇ થોડુ પાણી નાંખીને ઢાંકી ને માઈક્રોવેવ મા 3 મિનિટ પકાવવુ
  5. ગટ્ટા ઠંડા થાય ત્યાં સુધીમાં ગ્રેવી માટે માઈક્રો શેફ ઢાંકણ વાળા બાઉલમાં તેલ લઇ 2 મિનિટ ગરમ કરો
  6. હવે તેમાં જીરૂ, હીંગ નાખી 1 મિનિટ પકાવવુ હવે તેમાં કાંદા ની પેસ્ટ, ટામેટા ની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ નાંખીને 3 મિનિટ પકાવવુ
  7. હવે બાકી રહેલી બધી સામગ્રી ઉમેરી ને મીક્સ કરી પાણી ઉમેરી 3 મિનિટ પકાવવુ
  8. હવે ગટ્ટા ને કટ કરી ગ્રેવી મા ઉમેરી ઢાંકણ ઢાંકી 2 મિનિટ સુધી પકાવવુ
  9. લીલા ધાણા તથા ફુદીનો નાંખી કસુરી મેથી નાખી ને રોટલી કે રોટલા સાથે પીરસવુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર