Open in app

ખાંડવી રાવ્યોલી પાલક કઢી સાથે

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  4 people
Urvashi Belani2nd Jul 2018

Stuffed Khandvi ravioli with spinich kari ના વિશે

Ingredients to make Stuffed Khandvi ravioli with spinich kari in gujarati

  • ખાંડવી રાવ્યોલી માટે:
  • 1 કપ વેસન
  • 3 કપ છાશ
  • 1 ચમચી વાટેલા આદુ મરચા
  • 1/4 ચમચી હળદર
  • સ્વાદાનુસાર નમક
  • ચપટી હિંગ
  • પૂરણ માટે:
  • 1/2 કપ છીણેલું પનીર
  • 1 બારીક કાપેલુ લીલું મરચું
  • 1/4 ચમચી ચાટ મસાલો
  • સ્વાદાનુસાર નમક
  • થોડા લીલા ધાણા
  • વઘાર માટે:
  • 2ચમચા તેલ
  • 1/2 ચમચી રાઈ
  • 1/2 ચમચી તલ
  • થોડો મીઠો લીમડો
  • પાલક ની કઢી માટે:
  • 3 કપ છાશ
  • 3 ચમચા વેસન
  • 1/2 કપ પાલક ની પેસ્ટ
  • 2 ચમસાગ વાટેલા આદુ મરચા
  • થોડો મીઠો લીમડો
  • સ્વાદાનુસાર નમક
  • 2 ચમચા ખાંડ
  • 2 ચમચા તેલ
  • 1/2 ચમચી જીરું
  • 1 તેજપાન
  • 1નાનો ટુકડો તજ
  • 2-3 લવિંગ
  • ચપટી હિંગ

How to make Stuffed Khandvi ravioli with spinich kari in gujarati

  1. પુરણ બનાવવા માટે બધી સામગ્રી મિક્સ કરી દો.
  2. ખાંડવી બનાવવા માટે વેસન માં છાશ નાખી બરાબર મિક્સ કરો જેથી એક પણ ગાંઠ ન હોય. તેમાં નમક,આદુમરચા,હળદર અને હિંગ નાખી મિક્સ કરો
  3. આ મિશ્રણ ને એક કઢાઈ માં નાખી ધીમા તાપે ગરમ થવા દો અને સતત હલાવતા રહો. આમ 15- 20 મિનિટ સુધી ધીમા તાપે રાખો.
  4. જ્યારે મિશ્રણ ગાઢું થઈ જાય પછી થોડુક લઇ ને ઉંધી થાળી પર ફેલાવી ચેક કરો. જો તે ચોંટે નહીં અને નીકળી જતું હોય તો જલ્દી થી ઉંધી થાળી પર અથવા રસોઈ પ્લેટફોર્મ પર તેલ લગાવી ફેલાવી દો.
  5. થોડું ઠંડુ થયા પછી નાની વાટકી થી ગોળ ગોળ કાપી લો.
  6. બે ખાંડવી વચ્ચે થોડું પનીર નું પૂરણ ભરી પેક કરી ફોર્ક ની મદદ થી રાવ્યોલી નો આકાર આપો.
  7. કઢી માટે વેસન અને છાશ મિક્સ કરો જેથી ગાંઠ ના રહે. પછી આદુમરચા, લીમડો ,નમક,પાલક પેસ્ટ,ખાંડ નાખી ઉકળવા મુકો 15 -20 મિનિટ ધીમા તાપે ઉકળવા દો
  8. તેલ ગરમ કરી તેમાં જીરું,તજ, લવિંગ, તેજપાન અને હિંગ નાખી આ વઘાર કઢી માં નાખો.
  9. સરવિંગ પ્લેટ માં કઢી નાખી ખાંડવી રાવ્યોલી મૂકી ઉપર રાઈ, તલ અને મીઠા લીમડા નો વઘાર કરો.

Reviews for Stuffed Khandvi ravioli with spinich kari in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stuffed Khandvi ravioli with spinich kari in gujarati