હોમ પેજ / રેસિપી / સાય ભાજી

Photo of Sai bhaji by Hetal Sevalia at BetterButter
829
1
0.0(0)
0

સાય ભાજી

Jul-02-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સાય ભાજી રેસીપી વિશે

આ એક સિન્ધી રેસિપી છે જેમાં અવનવી શાક અને ભાજી નો તથા દાળ નો ઉપયોગ થાય છે અને એક હીલ્ધી ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/4 કપ ચણા ની દાળ
  2. 1/2 ઝૂડી બારીક સમારેલી પાલક
  3. 1/4 કપ બારીક સમારેલી મેથી
  4. 1/4 કપ બારીક સમારેલી સુવાભાજી
  5. 1 નાનું બટાકુ
  6. 1 મિડીયમ સાઈઝ ની ડુગળી બારીક સમારેલી
  7. 1 ટામેટું બારીક સમારેલ
  8. 1 ચમચી આદું-મરચાં ની પેસ્ટ
  9. 1/4 ચમચી લસણની પેસ્ટ
  10. 1/2 ચમચી હળદર
  11. 1/2 ચમચી લાલમરચુ
  12. 1/2 ચમચી ધાણાજીરું
  13. 1/2 ચમચી આમચૂર પાવડર
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. વધાર માટે:
  16. 10 થી12 લસણની કળી બારીક સમારેલી
  17. 3 ચમચા તેલ + 2 ચમચા

સૂચનાઓ

  1. સૌપ્રથમ દાળને 4 થી5 કલાક પલાળી દો.હવે એક કૂકરમાં 3 ચમચા તેલ મૂકી ડુંગળી સાતળો. ડુંગળી ગુલાબી રંગની થાય એટલે ટામેટા સાતળો. હવે તેમાં બધી ભાજી ઉમેરો. પાણી સૂકાઈ જાય એટલે દાળ,બટાકા ના પીસ,અને બધા મસાલા ઉમેરી સાતળી લો.
  2. હવે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી 1 સિટી ફાસ્ટ ગેસ પર વગાડી અને 10 મિનિટ ધીમા તાપે થવા દો. કૂકર ખોલી દાળ વલોવી લો.
  3. હવે એક વધારીયા માં 2 ચમચી તેલ મૂકી લસણની કળી જે બારીક સમારેલી હતી તે સાતળી લો.લસણ લાલ કરી દાળમાં વધાર રેડી દો.ગરમાગરમ દાળ ભાખરી, પરોઠા, અને રાઈસ સાથે સારા લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર