Open in app

સાય ભાજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Hetal Sevalia2nd Jul 2018

Sai bhaji ના વિશે

Ingredients to make Sai bhaji in gujarati

  • 1/4 કપ ચણા ની દાળ
  • 1/2 ઝૂડી બારીક સમારેલી પાલક
  • 1/4 કપ બારીક સમારેલી મેથી
  • 1/4 કપ બારીક સમારેલી સુવાભાજી
  • 1 નાનું બટાકુ
  • 1 મિડીયમ સાઈઝ ની ડુગળી બારીક સમારેલી
  • 1 ટામેટું બારીક સમારેલ
  • 1 ચમચી આદું-મરચાં ની પેસ્ટ
  • 1/4 ચમચી લસણની પેસ્ટ
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલમરચુ
  • 1/2 ચમચી ધાણાજીરું
  • 1/2 ચમચી આમચૂર પાવડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • વધાર માટે:
  • 10 થી12 લસણની કળી બારીક સમારેલી
  • 3 ચમચા તેલ + 2 ચમચા

How to make Sai bhaji in gujarati

  1. સૌપ્રથમ દાળને 4 થી5 કલાક પલાળી દો.હવે એક કૂકરમાં 3 ચમચા તેલ મૂકી ડુંગળી સાતળો. ડુંગળી ગુલાબી રંગની થાય એટલે ટામેટા સાતળો. હવે તેમાં બધી ભાજી ઉમેરો. પાણી સૂકાઈ જાય એટલે દાળ,બટાકા ના પીસ,અને બધા મસાલા ઉમેરી સાતળી લો.
  2. હવે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી 1 સિટી ફાસ્ટ ગેસ પર વગાડી અને 10 મિનિટ ધીમા તાપે થવા દો. કૂકર ખોલી દાળ વલોવી લો.
  3. હવે એક વધારીયા માં 2 ચમચી તેલ મૂકી લસણની કળી જે બારીક સમારેલી હતી તે સાતળી લો.લસણ લાલ કરી દાળમાં વધાર રેડી દો.ગરમાગરમ દાળ ભાખરી, પરોઠા, અને રાઈસ સાથે સારા લાગે છે.

Reviews for Sai bhaji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sai bhaji in gujarati

  • પાવ ભાજી

    692 likes
  • ભાજી બટાકા

    2 likes
  • કલીની ભાજી

    0 likes
  • થેપલા ભાજી

    0 likes
  • પાલક ની ભાજી

    1 likes
  • મેથી ની ભાજી

    0 likes