હોમ પેજ / રેસિપી / ફૂલવડી નુ શાક

Photo of Subji of fulwadi by Devi Amlani at BetterButter
394
0
0.0(0)
0

ફૂલવડી નુ શાક

Jul-02-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફૂલવડી નુ શાક રેસીપી વિશે

જયારે ઘર મા કોઇ શાક ન હોય અથવા વરસાદ થયો હોય તો પણ આ વખતે આ શાક બનાવી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • તળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બેસન 1 બાઉલ
  2. સમારેલી મેથી ભાજી 1 બાઉલ
  3. મરચુ પાવડર 2 ચમચી
  4. હળદર પાવડર 2 ચમચી
  5. ધાણા જીરા પાવડર 2 ચમચી
  6. સવાદ પર મીઠુ
  7. તેલ 1 બાઉલ
  8. દહી 1 બાઉલ
  9. ડુંગળી 1 નંગ
  10. ટમેટા 2 નંગ
  11. લીબુ 1 નંગ
  12. આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી

સૂચનાઓ

  1. સૌપ્રથમ આપણે ફૂલવડી બનાવશુ.
  2. એક વાસણમાં બેસન લો
  3. તેમાં મેથીની ભાજી એક ચમચી મરચું પાઉડર એક ચમચી હળદર પાવડર અને એક ચમચી મીઠું ઉમેરી હલાવો
  4. ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી મિક્સ કરો અને એક ચમચી ગરમ તેલ ઉમેરી મિક્સ કરો
  5. હવે ગરમ તેલ કરી તેમાં નાની નાની ફૂલવડી બનાવી તરી લેવાની
  6. હવે હા ફૂલવડી મેં એક બાજુ રાખવી અને આપણે હવે તેનું શાક બનાવશો
  7. શાક બનાવવા માટે એક તપેલીમાં તેલ મુકો ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખો ત્યારબાદ 1 સમારેલી ડુંગળી શાતરવી અને ત્યારબાદ એક ટમેટું નાંખીને સાંતળવું
  8. હવે તેમાં એક ચમચી મીઠું 1 ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાઉડર અને એક ચમચી મરચુ પાવડર નાખીને હલાવી લો
  9. ત્યારબાદ તેમાં થોડુ પાણી નાખી અને ઉકળવા દો
  10. ઉકળી ગયા બાદ તેમાં ફૂલવડી નાખી દો અને બે મિનિટ રહેવા દો ત્યારબાદ ગેસ બંધ કરી દો
  11. આ રીતે ફૂલવડી નું શાક તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર