Open in app

ગુંદા રવૈયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Dipika Ranapara2nd Jul 2018

Gunda ravieya ના વિશે

Ingredients to make Gunda ravieya in gujarati

  • 250 ગ્રામ ધોઇને કોરો કરેલ ગુંદા
  • 500 મિલી છાસ
  • 1ચમચી રાઇ
  • ચપટી હિંગ
  • 1ચમચી લાલ મરચું
  • 1/2ચમચી હળદર
  • 1ચમચી ધાણાજીરુ
  • મીઠું સ્વાદ અનુસાર
  • *ભરવા માટે મસાલો:
  • 1વાટકી ચણાનો લોટ
  • 2 ચમચા સીંગદાણા નો ભૂકો
  • 1ચમચી વાટેલું લસણ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2ચમચી મરચું
  • 1/4 ચમચી હળદર
  • 1ચમચી ધાણાજીરુ
  • 1/2ચમચી ખાંડ
  • 1/4 લીંબુનો રસ
  • 1/2ચમચી ગરમ મસાલો
  • ઝીણી સમારેલી કોથમીર

How to make Gunda ravieya in gujarati

  1. સૌ પ્રથમ એક પેન માં છાસ અને ગુંદા નાખી 10 મીનીટ સુધી ગેસ પર રાખીને ઊકળો.
  2. ઠરે પછી ગુંદા ને દસ્તા થી ટીપી ઠળિયા કાઢી નાખો.
  3. એક કડાઈ માં 1ચમચી તેલ ગરમ કરી તેમાં ચણા ના લોટ ને આછા ગુલાબી રંગનો શેકી ને તેમાં સીંગદાણા નો ભૂકો,મીઠું સ્વાદ પ્રમાણે,મરચું,હળદર,ધાણાજીરુ,ગરમ મસાલો,વાટેલું લસણ , લીંબુ-ખાંડ અને ઝીણી સમારેલી કોથમીર નાખી બરાબર હલાવી લો અને ઠંડું થવા દો. અને ગુંદા ભરી લેવા.
  4. એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો અને હિંગ નાખો ત્યાર બાદ ભરેલા ગુંદા નાખી સાંતળો.
  5. મીઠું સ્વાદ અનુસાર, મરચું, હળદર, ધાણાજીરુ નાખી બરાબર હલાવી લો અને ઢાંકી 2 મીનીટ સુધી ચડવા દો.

Reviews for Gunda ravieya in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gunda ravieya in gujarati

  • ભરેલા રવૈયા

    4 likes
  • ગુંદા ની કાચરી

    2 likes