Open in app

રાજવાડી ખીચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  35 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  5 people
Krupa Shah2nd Jul 2018

Rajwadi Khichdi ના વિશે

Ingredients to make Rajwadi Khichdi in gujarati

  • ૧ & ૧/૨ કપ ચોખા ધોઈને ૨૦ મિનિટ પલાળેલા
  • ૧/૪ કપ ફણગાવેલા મગ
  • ૧/૨ કપ મગ ની દાળ ધોઈને ૨૦ મિનિટ પલળેલી
  • ૧/૨ કપ સમારેલા શાકભાજી (ડુંગળી,ગાજર અને બટેટા)
  • ૩ મોટી ચમચી ટૂટી ફ્રુટી
  • ૩ મોટી ચમચી કાજુ અને કિશમિશ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • વઘાર માટે:
  • ૨ મોટા ચમચા તેલ
  • ૨ મોટા ચમચા ઘી
  • ૧/૨ નાની ચમચી રાઈ
  • ૩-૪ કાળા મરી
  • ૧ તમાલ પત્ર
  • ૨-૩ લવિંગ
  • ૨ તજ ના ટુકડા
  • સુકા મસાલા:
  • ચપટી હિંગ
  • ૧/૨ નાની ચમચી હળદર પાવડર
  • ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
  • ૨ નાની ચમચી ખીચડી મસાલો

How to make Rajwadi Khichdi in gujarati

  1. દાળ અને ચોખા છુટા પલાળીને રાખી લો.
  2. એક નોન-સ્ટિક પેન માં તેલ અને ઘી લઈ ગરમ કરી લો.
  3. તેમાં રાઈ, મરી, તમાલ પત્ર, લવિંગ, તજ, મીઠો લીમડો ઉમેરો.
  4. રાઈ ફૂટે પછી શાકભાજી ઉમેરી થોડું પાણી નાખીને ૧૦-૧૨ મિનિટ માટે ચઢવા દો.
  5. હવે તેમાં સુકા મસાલા, પલાળેલા ચોખા અને દાળ નાંખી દો.
  6. મીઠું અને ફણગાવેલા મગ પણ ઉમેરી દો.
  7. પ્રમાણસર પાણી ઉમેરી ને ચડવા દો.
  8. થોડી વાર પછી એમાં ૨ ચમચી ટુટ્ટી ફ્રુટટી અને ૨ ચમચી કાજુ અને કિશમિશ ઉમેરી દો.
  9. ખીચડી બરાબર ચઢી જાય પછી તેના પર બાકીના ટૂટીફ્રુટી, કાજુ ,કિશમિશ થી સજાવો.
  10. તૈયાર રાજવાડી ખીચડી ને પાપડ અને મસાલા દહીં સાથે પીરસો.

Reviews for Rajwadi Khichdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rajwadi Khichdi in gujarati

  • ખીચડી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes
  • ખીચડી વડા

    0 likes
  • પાલક ખીચડી

    2 likes
  • પાલક ખીચડી

    0 likes