હોમ પેજ / રેસિપી / રાજવાડી ખીચડી

Photo of Rajwadi Khichdi by Krupa Shah at BetterButter
1052
7
0.0(0)
0

રાજવાડી ખીચડી

Jul-02-2018
Krupa Shah
35 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજવાડી ખીચડી રેસીપી વિશે

આ ખીચડી થોડી અલગ છે આ વાનગી તમે દહીં સાથે લઈ શકો છો. સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય છે જે તમે ડિનર તથા લંચ બને માં ઉપયોગ કરી શકો છો. આ એક સંપૂર્ણ આહાર તરીકે પણ લેવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧ & ૧/૨ કપ ચોખા ધોઈને ૨૦ મિનિટ પલાળેલા
  2. ૧/૪ કપ ફણગાવેલા મગ
  3. ૧/૨ કપ મગ ની દાળ ધોઈને ૨૦ મિનિટ પલળેલી
  4. ૧/૨ કપ સમારેલા શાકભાજી (ડુંગળી,ગાજર અને બટેટા)
  5. ૩ મોટી ચમચી ટૂટી ફ્રુટી
  6. ૩ મોટી ચમચી કાજુ અને કિશમિશ
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. વઘાર માટે:
  9. ૨ મોટા ચમચા તેલ
  10. ૨ મોટા ચમચા ઘી
  11. ૧/૨ નાની ચમચી રાઈ
  12. ૩-૪ કાળા મરી
  13. ૧ તમાલ પત્ર
  14. ૨-૩ લવિંગ
  15. ૨ તજ ના ટુકડા
  16. સુકા મસાલા:
  17. ચપટી હિંગ
  18. ૧/૨ નાની ચમચી હળદર પાવડર
  19. ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
  20. ૨ નાની ચમચી ખીચડી મસાલો

સૂચનાઓ

  1. દાળ અને ચોખા છુટા પલાળીને રાખી લો.
  2. એક નોન-સ્ટિક પેન માં તેલ અને ઘી લઈ ગરમ કરી લો.
  3. તેમાં રાઈ, મરી, તમાલ પત્ર, લવિંગ, તજ, મીઠો લીમડો ઉમેરો.
  4. રાઈ ફૂટે પછી શાકભાજી ઉમેરી થોડું પાણી નાખીને ૧૦-૧૨ મિનિટ માટે ચઢવા દો.
  5. હવે તેમાં સુકા મસાલા, પલાળેલા ચોખા અને દાળ નાંખી દો.
  6. મીઠું અને ફણગાવેલા મગ પણ ઉમેરી દો.
  7. પ્રમાણસર પાણી ઉમેરી ને ચડવા દો.
  8. થોડી વાર પછી એમાં ૨ ચમચી ટુટ્ટી ફ્રુટટી અને ૨ ચમચી કાજુ અને કિશમિશ ઉમેરી દો.
  9. ખીચડી બરાબર ચઢી જાય પછી તેના પર બાકીના ટૂટીફ્રુટી, કાજુ ,કિશમિશ થી સજાવો.
  10. તૈયાર રાજવાડી ખીચડી ને પાપડ અને મસાલા દહીં સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર