કૂકેરી ચિકન કોરમા | Cookeri chicken korma Recipe in Gujarati

ના દ્વારા Mrs.Raziya Banu M. Lohani  |  3rd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Cookeri chicken korma recipe in Gujarati, કૂકેરી ચિકન કોરમા, Mrs.Raziya Banu M. Lohani
કૂકેરી ચિકન કોરમાby Mrs.Raziya Banu M. Lohani
 • તૈયારીનો સમય

  12

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

કૂકેરી ચિકન કોરમા વાનગીઓ

કૂકેરી ચિકન કોરમા Ingredients to make ( Ingredients to make Cookeri chicken korma Recipe in Gujarati )

 • ચીકન 500 ગ્રામ
 • કાંદા 3
 • ટામેટા 2
 • દહીં પાણી કાઢી ને 1 કપ
 • તેલ 2 મોટા ચમચા
 • કાજુ 8, બદામ 8,
 • મગફળી ના બી 1 મોટી ચમચી
 • કોપરા નુ છીણ 1 મોટી ચમચી
 • જીરૂ 1 નાની ચમચી
 • શાહી જીરૂ 1/2 નાની ચમચી
 • તમાલપત્ર 2
 • ગરમ મસાલો 2 નાની ચમચી
 • મિલ્ક પાવડર 1 મોટી ચમચી
 • નમક સ્વાદ મુજબ
 • ક્રિમ 1 મોટી ચમચી
 • પાણી જરૂર મુજબ
 • લાલ મરચું પાવડર 1 મોટી ચમચી
 • ધાણા જીરુ પાવડર 2 મોટા ચમચા
 • હલદી 1 ચમચી
 • લીલા ધાણા તથા ફુદીનો 2 મોટા ચમચા
 • કસુરી મેથી 2 નાની ચમચી
 • આદુ લસણની પેસ્ટ 1.1/2 મોટી ચમચી

How to make કૂકેરી ચિકન કોરમા

 1. સૌ પ્રથમ ચીકન ને ધોઈ ને સાફ કરી લો
 2. એક કૂકર મા તેલ લઇ તેમા જીરૂ તથા શાહી જીરૂ તથા તમાલપત્ર નાંખો
 3. હવે તેમા છિણેલા કાંદા નાખીને બરાબર બ્રાઉન રંગના થઇ જાય ત્યાં સુધી પકાવવુ
 4. હવે તેમા છિણેલા ટામેટા તથા આદુ લસણની પેસ્ટ નાંખીને બરાબર પકાવવુ
 5. હવે તેમા ચિકન તથા સૂકા મસાલા નાખી ને બરાબર પાણી બળી જાય ત્યાં સુધી પકાવવુ
 6. હવે તેમાં દહીં તથા 1 કપ પાણી ઉમેરી 3 કૂકર નુ ઢાંકણ ઢાંકી ને 3 વ્હિસલ વાગે ત્યાં સુધી પકાવવુ
 7. ગેસ બંધ કરી થોડી વાર પછી ઢાંકણ ખોલી ગેસ ચાલુ કરી તેમાં કાજુ, બદામ, કોપરા, તથા મિલ્ક પાવડર નાખી ને બરાબર પકાવવુ
 8. હવે ક્રિમ,કસુરી મેથી, લીલા ધાણા તથા ફુદીનો નાંખી ગેસ બંધ કરી ગરમ ગરમ રોટી, પરોઠા, કે ભાત અથવા નાન સાથે પીરસવુ
 9. મેં રોટલી સાથે પીરસ્યુ હતુ સાથે ,વધારેલા કાંદા ભાત જોડે પીરસ્યુ

Reviews for Cookeri chicken korma Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો