BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કૂકેરી ચિકન કોરમા

Photo of Cookeri chicken korma by Mrs.Raziya Banu M. Lohani at BetterButter
0
1
0(0)
0

કૂકેરી ચિકન કોરમા

Jul-03-2018
Mrs.Raziya Banu M. Lohani
12 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કૂકેરી ચિકન કોરમા રેસીપી વિશે

આ કોરમા મે કૂકર મા બનાવેલ છે જે એકદમ સરળ રીતે બનાવ્યુ છે અને સ્વાદિષ્ટ બન્યુ છે

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મુગલાઈ
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 4

  1. ચીકન 500 ગ્રામ
  2. કાંદા 3
  3. ટામેટા 2
  4. દહીં પાણી કાઢી ને 1 કપ
  5. તેલ 2 મોટા ચમચા
  6. કાજુ 8, બદામ 8,
  7. મગફળી ના બી 1 મોટી ચમચી
  8. કોપરા નુ છીણ 1 મોટી ચમચી
  9. જીરૂ 1 નાની ચમચી
  10. શાહી જીરૂ 1/2 નાની ચમચી
  11. તમાલપત્ર 2
  12. ગરમ મસાલો 2 નાની ચમચી
  13. મિલ્ક પાવડર 1 મોટી ચમચી
  14. નમક સ્વાદ મુજબ
  15. ક્રિમ 1 મોટી ચમચી
  16. પાણી જરૂર મુજબ
  17. લાલ મરચું પાવડર 1 મોટી ચમચી
  18. ધાણા જીરુ પાવડર 2 મોટા ચમચા
  19. હલદી 1 ચમચી
  20. લીલા ધાણા તથા ફુદીનો 2 મોટા ચમચા
  21. કસુરી મેથી 2 નાની ચમચી
  22. આદુ લસણની પેસ્ટ 1.1/2 મોટી ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચીકન ને ધોઈ ને સાફ કરી લો
  2. એક કૂકર મા તેલ લઇ તેમા જીરૂ તથા શાહી જીરૂ તથા તમાલપત્ર નાંખો
  3. હવે તેમા છિણેલા કાંદા નાખીને બરાબર બ્રાઉન રંગના થઇ જાય ત્યાં સુધી પકાવવુ
  4. હવે તેમા છિણેલા ટામેટા તથા આદુ લસણની પેસ્ટ નાંખીને બરાબર પકાવવુ
  5. હવે તેમા ચિકન તથા સૂકા મસાલા નાખી ને બરાબર પાણી બળી જાય ત્યાં સુધી પકાવવુ
  6. હવે તેમાં દહીં તથા 1 કપ પાણી ઉમેરી 3 કૂકર નુ ઢાંકણ ઢાંકી ને 3 વ્હિસલ વાગે ત્યાં સુધી પકાવવુ
  7. ગેસ બંધ કરી થોડી વાર પછી ઢાંકણ ખોલી ગેસ ચાલુ કરી તેમાં કાજુ, બદામ, કોપરા, તથા મિલ્ક પાવડર નાખી ને બરાબર પકાવવુ
  8. હવે ક્રિમ,કસુરી મેથી, લીલા ધાણા તથા ફુદીનો નાંખી ગેસ બંધ કરી ગરમ ગરમ રોટી, પરોઠા, કે ભાત અથવા નાન સાથે પીરસવુ
  9. મેં રોટલી સાથે પીરસ્યુ હતુ સાથે ,વધારેલા કાંદા ભાત જોડે પીરસ્યુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર