હોમ પેજ / રેસિપી / દૂધી ના કોફતા

Photo of Loki ke kofte by Apeksha's Kitchen at BetterButter
513
0
0.0(0)
0

દૂધી ના કોફતા

Jul-03-2018
Apeksha's Kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી ના કોફતા રેસીપી વિશે

ખૂબ સ્વાદિષ્ટ એવી દૂધી ના કોફતા ની સબ્જિ આજે આપણે ઘરે કેવી રીતે બનાવી શકાય તે જોઇએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • તળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 દૂધી
  2. 1 નાની ડુંગળી ઝીણી સમારેલી
  3. કોથમીર
  4. 6 ચમચી બેસન
  5. 1/2 ચમચી હળદર
  6. 1 ચમચી લાલ મરચું
  7. 1 ચમચી ધાનાજીરુ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. આદુની પેસ્ટ
  10. તેલ તળવા માટે
  11. ગ્રેવી માટે
  12. 2 ડુંગળી ની પેસ્ટ
  13. 4 ટમેટા ની પેસ્ટ
  14. 3 ચમચી તેલ
  15. 1 ચમચી આદુલસણ ની પેસ્ટ
  16. 1 ચમચી લાલ મરચું
  17. 1/2 ચમચી હળદર
  18. 1 ચમચી ધાનાજીરુ
  19. 1 ચમચી ગરમ મસાલો
  20. 2 ચમચી ઘર ની મલાઈ
  21. કોથમીર ઝીણી સમારેલી

સૂચનાઓ

  1. સૌપ્રથમ દૂધીને છોલી ને તેને છીણી કાઢો. અને અવે તેને દબાવી ને તેમાંથી બધું પાણી કાઢી લો.
  2. હવે તેમા ડુંગળી, કોથમીર, લાલ મરચું, આદુ ની પેસ્ટ, હળદર, ધાનાજીરુ અને મીઠું નાખો. બેસન નાખી બેટર તૈયાર કરી ધીમી આચ પર તળીલો.
  3. અવે ગ્રેવી માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરુ નાખો જીરુ થઈ જાય એટલે ડુંગળી ની પેસ્ટ એડ કરો. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમા આદુલસણ ની પેસ્ટ નાખો 2 મિનિટ સુધી ફ્રાય કરી લો.
  4. મીઠું, લાલ મરચું, ધાનાજીરુ, હળદર નાખો. ટમેટા ની પેસ્ટ એડ કરો. મસાલો તેલ છોડે એટલે તેમા થોડું પાણી એડ કરી કોફતા છોડીદો. 5 મિનિટ ઉકળવાદો. છેલ્લા ગરમ મસાલો અને કોથમીર નાખવી.
  5. ગરમાગરમ પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર