હોમ પેજ / રેસિપી / ઇંડા કઢી

Photo of Egg curry by Dimpal Patel at BetterButter
751
1
0.0(0)
0

ઇંડા કઢી

Jul-03-2018
Dimpal Patel
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇંડા કઢી રેસીપી વિશે

યમી અને ઝડપથી બની જતી ડીશ

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પેન ફ્રાય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઇંડા બાફેલા - ૩
  2. કાંદા - ૧
  3. ટામેટાં - ૨
  4. લીલા મરચાં ની પેસ્ટ - ૧ મોટી ચમચી
  5. આદુ લસણ ની પેસ્ટ - ૧ મોટી ચમચી
  6. હળદર - ૧/૨ નાની ચમચી
  7. લાલ મરચાની ભૂકી - ૧ મોટી ચમચી
  8. ધાણા જીરું પાવડર - ૧ મોટી ચમચી
  9. ગરમ મસાલો - ૧/૨ મોટી ચમચી
  10. કાળા મરીનો પાવડર - ૧ નાની ચમચી
  11. મીઠું - ૧ નાની ચમચી
  12. તેલ - ૧ નાની ચમચી
  13. બટર - ૧ મોટી ચમચી
  14. ચીઝ - ૧ ક્યુબ

સૂચનાઓ

  1. કાંદા અને ટામેટાં ને ઝીણા સમારી લેવા.
  2. ઇંડા ને બાફી લેવા. પછી તેમાંથી પીળો ભાગ કાઢીને સફેદ ભાગના પીસ કરી લેવા.
  3. એક પેણીમાં તેલ અને બટર લેવું. તેમાં ઝીણો સમારેલો કાંદો સાંતળવો.
  4. કાંદો બ્રાઉન થાય એટલે ટામેટાં સાંતળવા.
  5. તેલ છૂટું પડે એટલે બધા મસાલા નાંખી દેવા. ૧ ચમચી પાણી નાંખી ને ૧ મિનિટ થવા દેવું.
  6. હવે ઇંડા નો પીળો ભાગ મસળીને ગ્રેવી માં મિક્સ કરવો.જરૂરત મુજબ પાણી ઉમેરવું.
  7. ઇંડા ના સફેદ પીસ ગ્રેવી માં ઉમેરવા. ૫ -૭ મિનિટ ઢાંકીને થવા દેવું.
  8. પીરસતી વખતે ચીઝ છીણી લેવું. કોથમીર નાખી ને પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર