હોમ પેજ / રેસિપી / સેવ ટમેટા નું શાક

Photo of Sev tomato  nu shaak by Dipika Ranapara at BetterButter
511
2
0.0(0)
0

સેવ ટમેટા નું શાક

Jul-03-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ ટમેટા નું શાક રેસીપી વિશે

કાઠિયાવાડી ભોજન મા સેવ ટમેટાં નું શાક બહુ સ્વાદિષ્ટ વાનગી છે. દરેક કાઠિયાવાડી ધાબા પર આ શાક વિશેષ છે. ગરમાગરમ રોટલી સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે .ખૂબજ ઝડપ થી બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 6 મધ્યમ આકારના ટમેટાં ચોરસ કાપેલા
  2. 6 કળી લસણ વાટેલા
  3. 2ચમચા તેલ
  4. 1ચમચી રાઇ
  5. ચપટી હિંગ
  6. 1ચમચી લાલ મરચું
  7. 1/2ચમચી હળદર
  8. 1ચમચી ધાણાજીરુ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1કપ જાડી સેવ
  11. 1ચમચી ખાંડ

સૂચનાઓ

  1. કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો અને હિંગ નાખો ત્યાર બાદ વાટેલું લસણ નાખી સાંતળો.
  2. ટામેટા નાખો અને મીઠું સ્વાદ અનુસાર, મરચું, હળદર અને ધાણાજીરુ નાખી બરાબર હલાવી લો અને ઢાંકી 10 મીનીટ ચડવા દો.
  3. ખાંડ નાખી બરાબર હલાવી લો .
  4. જાડી સેવ નાખી બરાબર હલાવી લો અને સહેજ વાર ચડવા દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર