હોમ પેજ / રેસિપી / તુવેર ઢોકળી

Photo of Tuver dokli by Hetal Sevalia at BetterButter
660
3
0.0(0)
0

તુવેર ઢોકળી

Jul-03-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તુવેર ઢોકળી રેસીપી વિશે

ઢોકળી નું અલગ વઝૅન કહી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. 150 ગ્રામ લીલી તુવેરના દાણા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1/4 ચમચી હીંગ
  4. 1/4 ચમચી હળદર
  5. 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  6. 1/2 આદું ની પેસ્ટ
  7. 2 ગ્લાસ પાણી
  8. ઢોકળી માટે:
  9. 1 નાની વાડકી જુવાર નો લોટ
  10. 1/4 કપ બારીક સમારેલી મેથી
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/4 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  13. 1/4 ચમચી લસણની પેસ્ટ
  14. 1/4 ચમચી ધાણાજીરું
  15. 1/4 ચમચી તલ
  16. ચપટી હળદર
  17. 1 ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક કૂકર માં 3 ચમચી તેલ મૂકી હીગ નાખી તુવેર ના દાણા ઉમેરો. પછી તેમાં આદું-મરચાં, હળદર, મીઠું ઉમેરો. તેમાં પાણી રેડી દાણા બાફી લો.
  2. હવે એક થાળીમાં લોટ લઈ બધો મસાલો કરી કણક બાધો.હવે હથેળી પર તેલ લગાવી નાનો લૂઓ લઈ બે હથેળી ની વચ્ચે દબાવી થેપલી બનાવી લો.
  3. આ રીતે બધી ઢોકળી બનાવી લો.
  4. હવે એક કઢાઈમાં બાફેલા દાણા પાણી સાથે જ ખાલી કરી દો.ઉકળવા લાગે એટલે એક પછી એક બધી ઢોકળી ગોઠવી દો.ઢાંકી ને ધીમા તાપે થવા દો. વચ્ચે હલાવવું નહીં. નહીં તો ઢોકળી તૂટી જશે.5 થી 7 મિનિટ માં ઢોકળી ચડી જશે. રસો પણ ધટ્ટ થઈ જશે. ગરમાગરમ ઢોકળી સવૅ કરો.
  5. આ ઢોકળી ગરમ જ સારી લાગે છે તેથી જમવા ના સમયે જ બનાવવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર