Open in app

તુવેર ઢોકળી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Hetal Sevalia3rd Jul 2018

Tuver dokli ના વિશે

Ingredients to make Tuver dokli in gujarati

  • 150 ગ્રામ લીલી તુવેરના દાણા
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/4 ચમચી હીંગ
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • 1/2 આદું ની પેસ્ટ
  • 2 ગ્લાસ પાણી
  • ઢોકળી માટે:
  • 1 નાની વાડકી જુવાર નો લોટ
  • 1/4 કપ બારીક સમારેલી મેથી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/4 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • 1/4 ચમચી લસણની પેસ્ટ
  • 1/4 ચમચી ધાણાજીરું
  • 1/4 ચમચી તલ
  • ચપટી હળદર
  • 1 ચમચી તેલ

How to make Tuver dokli in gujarati

  1. સૌપ્રથમ એક કૂકર માં 3 ચમચી તેલ મૂકી હીગ નાખી તુવેર ના દાણા ઉમેરો. પછી તેમાં આદું-મરચાં, હળદર, મીઠું ઉમેરો. તેમાં પાણી રેડી દાણા બાફી લો.
  2. હવે એક થાળીમાં લોટ લઈ બધો મસાલો કરી કણક બાધો.હવે હથેળી પર તેલ લગાવી નાનો લૂઓ લઈ બે હથેળી ની વચ્ચે દબાવી થેપલી બનાવી લો.
  3. આ રીતે બધી ઢોકળી બનાવી લો.
  4. હવે એક કઢાઈમાં બાફેલા દાણા પાણી સાથે જ ખાલી કરી દો.ઉકળવા લાગે એટલે એક પછી એક બધી ઢોકળી ગોઠવી દો.ઢાંકી ને ધીમા તાપે થવા દો. વચ્ચે હલાવવું નહીં. નહીં તો ઢોકળી તૂટી જશે.5 થી 7 મિનિટ માં ઢોકળી ચડી જશે. રસો પણ ધટ્ટ થઈ જશે. ગરમાગરમ ઢોકળી સવૅ કરો.
  5. આ ઢોકળી ગરમ જ સારી લાગે છે તેથી જમવા ના સમયે જ બનાવવી.

Reviews for Tuver dokli in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tuver dokli in gujarati

  • દાળ ઢોકળી

    5 likes
  • દાલ ઢોકળી

    2 likes
  • દાળ ઢોકળી

    3 likes
  • દાળ ઢોકળી

    1 likes
  • દાળ ઢોકળી

    1 likes
  • તુવેર ઢેકરા

    3 likes