રાજમાં ચાવલ | Rajma Chaval Recipe in Gujarati

ના દ્વારા રૂચા દિવ્યેશ રાજા  |  4th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Rajma Chaval by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    60

    મીની
  • પીરસવું

    3

    લોકો

2

0

રાજમાં ચાવલ વાનગીઓ

રાજમાં ચાવલ Ingredients to make ( Ingredients to make Rajma Chaval Recipe in Gujarati )

  • 150 ગ્રામ રાજમા
  • 250 ગ્રામ ચોખા
  • કેપ્સિકમ 1 નંગ
  • ડુંગળી 1 નંગ
  • આદુ,મરચા અને લસણ ની પેસ્ટ 2 નાની ચમચી
  • ટામેટા ની પ્યોરી 1 વાટકી
  • હળદર 1/2 નાની ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ગરમ મસાલો 1 નાની ચમચી
  • મરચું પાવડર 1/2 ચમચી
  • તેલ 2 મોટા ચમચા
  • ઘી ૧ ચમચી

How to make રાજમાં ચાવલ

  1. સૌથી પહેલા રાજમા માં મીઠું નાખી કૂકર માં બાફી લો, ત્યાર બાદ ચોખા ૧૦ મિનિટ પલાડી ને પછી તેને છુટ્ટા જ રાંધી લો.
  2. ત્યાર બાદ કડાઈ માં ઘી-તેલ નો વઘાર મૂકી, તેમાં સૌપ્રથમ ડુંગળી સાંતળો, પછી આદુ-મરચા-લસણ ની પેસ્ટ ઉમેરો. હવે શિમલા મરચા ઝીણા સમારેલા ઉમેરો, બરાબર સંતાળાઈ જાય પછી ટામેટા ની પ્યોરી ઉમેરો અને થોડી વાર ધીમી આંચ પર થવા દો.
  3. હવે તેમાં બાફેલા રાજમા ઉમેરો સાથે તેમાં બધા મસાલા અને મીઠું ઉમેરી મિક્સ કરો. ૨-૩ મિનિટ ચઢવા દો અને પછી ગેસ બંધ કરી દો.
  4. રાજમા ને રાઈસ સાથે તમારી પસંદગી પ્રમાણે સજાવી ને પીરસો.

My Tip:

રાજમા ને બાફતી વખતે તેમાં ૧ ટી-બેગ નાખો અને બફાઇ ગયા બાદ તે કાઢી લો તેના થી રાજમા નો રંગ બદલાતો નથી અને સ્વાદ પણ સારો લાગે છે.

Reviews for Rajma Chaval Recipe in Gujarati (0)