હોમ પેજ / રેસિપી / દાળ બાટી

Photo of Dal bati by Urvashi Belani at BetterButter
1299
2
0.0(0)
0

દાળ બાટી

Jul-04-2018
Urvashi Belani
40 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ બાટી રેસીપી વિશે

આ રાજસ્થાની પારંપારિક રેસીપી છે. આ રેસિપી માં લસણ-ડુંગળી વગર ની દાળ ને ઘઉં ના લોટ થી બનાવેલી બાટી સાથે સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • રાજસ્થાન
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. બાટી માટે:
  2. 2 કપ ઘઉં નો જાડો લોટ
  3. 2 ચમચા વેસન
  4. 2 ચમચા દહીં
  5. 1/2 ચમચી અજમો
  6. સ્વાદાનુસાર નમક
  7. મુઠ્ઠી વળે એટલુ ઘી નું મોણ
  8. દાળ માટે:
  9. 1/2 કપ તુવેર દાળ
  10. 1/4 કપ ચણા દાળ
  11. 1/4 કપ અડદ દાળ
  12. 3 ટામેટા ની પેસ્ટ
  13. 1/2 ચમચી રાઈ
  14. 1/2 ચમચી જીરું
  15. 2 આખા લાલ મરચાં
  16. 1/4ચમચી હિંગ
  17. થોડો મીઠો લીમડો
  18. 1 લીંબુ નો રસ
  19. 1 ચમચી લાલ મરચું
  20. 1/2 ચમચી હળદર
  21. સ્વાદાનુસાર નમક
  22. 3 ચમચા તેલ
  23. લીલા ધાણા

સૂચનાઓ

  1. બાટી બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરી મિક્સ કરો પછી પાણી વડે કઠણ લોટ બાંધો.
  2. 1/2 કલાક પછી આ લોટ માંથી ગોળા બનાવી બાટી નો આકાર આપો.
  3. 200ડિગ્રી પર ઓવેન ને પ્રિહિટ કરી બાટી મૂકી 40થી45 મિનિટ અથવા ઉપર થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી બેક કરો.
  4. દાળ બનાવવા માટે બધી દાળ ને ભેગી કરીને 1/2 કલાક પલાળી રાખો પછી ધોઈ ને કુકર માં 2 સિટી વાગે ત્યાં સુધી બાફો.
  5. દાળ માં જરૂરિયાત મુજબ પાણી,નમક અને હળદર નાખી 10 મિનિટ ધીમા તાપે ઉકળવા દો.
  6. બીજી બાજુ નાની કડાઈ માં તેલ ગરમ કરી રાઈ, જીરું,આખા મરચા, હિંગ અને મીઠો લીમડો નાખી ટામેટા ની પેસ્ટ નાખો. લાલ મરચું નાખી મિક્સ કરો. જ્યારે તેલ છૂટું પડે ત્યારે ગેસ બંદ કરી દો અને આ વઘાર ને દાળ માં નાખો.
  7. દાળ માં લીંબુ નો રસ અને લીલા ધાણા નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર