ગટ્ટા ભાજી કઢી | Tandalja bhaji with Gatta carry. Recipe in Gujarati

ના દ્વારા Mita Shah  |  4th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Tandalja bhaji with Gatta carry. by Mita Shah at BetterButter
ગટ્ટા ભાજી કઢીby Mita Shah
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

8

0

ગટ્ટા ભાજી કઢી

ગટ્ટા ભાજી કઢી Ingredients to make ( Ingredients to make Tandalja bhaji with Gatta carry. Recipe in Gujarati )

 • 1 ડુંગળી છીણેલી
 • 1 નાની ચમચી આદુ, મરચાં ને લસણની પેસ્ટ
 • 250 ગ્રામ તાંદળજાની ભાજી સમારેલ
 • 2 મોટા ચમચા ચણાનો લોટ (બેસન)
 • 1/2 વાટકી દહીં
 • 1 નાની ચમચી જીરું
 • 1/4 નાની ચમચી હીંગ
 • દહીં માં મિક્સ કરવાની સામગ્રી :-
 • 1 નાની ચમચી લાલ મરચું
 • 1/4 નાની ચમચી હળદર
 • 2 નાની ચમચી ધાણજીરું પાવડર
 • પાણી જરૂર મુજબ. (બાફવા તથા લોટ બાંધવા માટે)
 • મીઠું સ્વાદ અનુસાર
 • ગટ્ટા ના લોટ માં ઉમેરવાનો મસાલો :-
 • 1/2 નાની ચમચી લાલ મરચું
 • 2 ચપટી હળદર
 • મીઠું સ્વાદ અનુસાર
 • અજમો 1/4 નાની ચમચી
 • તેલ 2 મોટા ચમચા

How to make ગટ્ટા ભાજી કઢી

 1. સૌપ્રથમ ચણાના લોટ માં બધા જ મસાલા, અજમો ને થોડું તેલ નાખી નરમ લોટ બાંધી લો.
 2. હવે કડાઈ માં પાણી લઈ ગેસ પર ગરમ કરો તેમાં થોડું તેલ અને મીઠું પણ ઉમેરો.
 3. લોટ માં થી પાતળા રોલ કરી ઉકળતા પાણી માં નાખો અને 10 થી 15 મિનિટ ચઢવા દો.
 4. બફાઈ ગયા પછી પાણી માં થી કાઢી લો. ગટ્ટા બાફેલું પાણી એક બાજુ મૂકી રાખો.
 5. હવે ગટ્ટાના નાના નાના કટકા કરી બાજુ માં રાખી લો.
 6. કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું અને હિંગ મુકી તતડાવી લો.
 7. છીણેલી ડુંગળી ,આદુ,મરચાં લસણની પેસ્ટ ઉમેરી સાતળી લો.
 8. ભાજી ઉમેરો અને ગટ્ટા બાફેલું પાણી થોડું રેડી ને ભાજીને ચઢવા દો.
 9. હવે દહીં માં બધા જ મસાલા નાખી , ચઢી ગયેલી ભાજીમાં ઉમેરો, બીજું બચેલું પાણી રેડો. હવે ગટ્ટા ઉમેરી 8/10 મીનીટ ઉકાળવાદો.
 10. ગરમાગરમ શાક ને ભાખરી કે રોટલા સાથે પીરસો.

Reviews for Tandalja bhaji with Gatta carry. Recipe in Gujarati (0)