હોમ પેજ / રેસિપી / તંદૂરી રોટી અને આલૂ મટર

Photo of Tandoori roti and aloo matar by Kamal Thakkar at BetterButter
2817
2
0.0(0)
0

તંદૂરી રોટી અને આલૂ મટર

Jul-04-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તંદૂરી રોટી અને આલૂ મટર રેસીપી વિશે

પંજાબી ક્યુસીન જમવાની ઈચ્છા થાય ત્યારે ઝટપટ બની જાય એવી તંદૂરી રોટી તથા ગ્રેવી વાળા આલૂ મટર.બહાર તંદૂરી રોટી મેંદા ની હોય છે પણ મેં ઘઉં ના લોટ ની બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. તંદૂરી રોટી માટે:
  2. ઘઉં નો લોટ ૨ કપ
  3. નિમક ૧ નાની ચમચી
  4. તેલ ૧ નાની ચમચી
  5. દહીં ૨ નાની ચમચી
  6. આલૂ મટર માટે:
  7. બટાકા ૪ મોટા
  8. વટાણા ૧ કપ
  9. તેલ ૧ મોટી ચમચી
  10. ઘી ૧ નાની ચમચી
  11. જીરું ૧ નાની ચમચી
  12. હિંગ ૧ ચપટી
  13. લસણ 8 કળી
  14. ડુંગળી ૧ મોટી
  15. લીલું મરચું ૧
  16. આદુ ૧ ઇંચ
  17. ટામેટા ૨
  18. હળદર ૧/૨ નાની ચમચી
  19. ધાણા જીરું પાવડર ૨ નાની ચમચી
  20. લાલ મરચું પાવડર ૧ નાની ચમચી
  21. ગરમ મસાલો ૧ નાની ચમચી
  22. નિમક સ્વાદાનુસાર
  23. કસુરી મેથી ૧ નાની ચમચી
  24. લીલા ધાણા

સૂચનાઓ

  1. તંદૂરી રોટી નો લોટ બાંધવા માટે એક વાસણ માં ઘઉં નો લોટ,મીઠું,દહીં તથા તેલ ઉમેરીને રોટલી જેવો લોટ બાંધવો.
  2. લોટ ને ૧૫ મીનીટ માટે ઢાંકીને રાખી દો.
  3. આલૂ મટર જલ્દી બની જાય એટલે કૂકર માં બનાવયા છે:blush:.
  4. કૂકર માં તેલ ને ઘી નાખો.ગરમ થવા દો.
  5. જીરું ને હિંગ નાખો.
  6. લસણ,મરચું,આદુ અને કાંદા મિક્સર માં પીસીને નાખો.સાંતળી લો.
  7. ટામેટા ની પ્યુૂરી બનાવીને તે પણ ઉમેરો.સરખું સાંતળી લો.તેલ છૂટું પડે એટલે હળદર,મરચું,ધાણાજીરું નાખો.
  8. મીઠું પણ નાખી દો અને એક મિનિટ સાંતળી લો.
  9. હવે વટાણા તથા બટાકા ના ટુકડા ઉમેરો.અર્ધો કપ પાણી નાખો અને ૩ સીટી લઇ લો.
  10. કૂકર ઠંડુ થાય એટલે ખોલીને એમાં ગરમ મસાલો તથા કસુરી મેથી નાખો.
  11. હલાવો અને ગરમાગરમ તંદૂરી રોટી સાથે પીરસો.
  12. રોટી માટે એક નાનો લુઓ લાઇ ને રોટલી થઈ સેજ જાડી રોટી વણો.
  13. ઉપર ની બાજુ પાણી વાળો હાથ ફેરવો તથા ગરમ તવા પર નાખજો. તાપ ધીમો રાખો.પાણી વાલી સાઈડ તવા પાર ચોંટી જશે.
  14. હોવી તવો ઉપાડીને ઊંધો કરો એટલે ઉપરની સાઈડ સીધી ગેસ પર શેકાય જાય.તવા ને બધી બાજુ ફેરવો.
  15. પાછો તવો ગેસ પર સીધો મૂકીને નીચે ની સિડે શેકાય જાય એટલે રોટી કાઢી લો.બટર અથવા ઘી લગાવીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર