Open in app

તંદૂરી રોટી અને આલૂ મટર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Dr.Kamal Thakkar4th Jul 2018

Tandoori roti and aloo matar ના વિશે

Ingredients to make Tandoori roti and aloo matar in gujarati

  • તંદૂરી રોટી માટે:
  • ઘઉં નો લોટ ૨ કપ
  • નિમક ૧ નાની ચમચી
  • તેલ ૧ નાની ચમચી
  • દહીં ૨ નાની ચમચી
  • આલૂ મટર માટે:
  • બટાકા ૪ મોટા
  • વટાણા ૧ કપ
  • તેલ ૧ મોટી ચમચી
  • ઘી ૧ નાની ચમચી
  • જીરું ૧ નાની ચમચી
  • હિંગ ૧ ચપટી
  • લસણ 8 કળી
  • ડુંગળી ૧ મોટી
  • લીલું મરચું ૧
  • આદુ ૧ ઇંચ
  • ટામેટા ૨
  • હળદર ૧/૨ નાની ચમચી
  • ધાણા જીરું પાવડર ૨ નાની ચમચી
  • લાલ મરચું પાવડર ૧ નાની ચમચી
  • ગરમ મસાલો ૧ નાની ચમચી
  • નિમક સ્વાદાનુસાર
  • કસુરી મેથી ૧ નાની ચમચી
  • લીલા ધાણા

How to make Tandoori roti and aloo matar in gujarati

  1. તંદૂરી રોટી નો લોટ બાંધવા માટે એક વાસણ માં ઘઉં નો લોટ,મીઠું,દહીં તથા તેલ ઉમેરીને રોટલી જેવો લોટ બાંધવો.
  2. લોટ ને ૧૫ મીનીટ માટે ઢાંકીને રાખી દો.
  3. આલૂ મટર જલ્દી બની જાય એટલે કૂકર માં બનાવયા છે:blush:.
  4. કૂકર માં તેલ ને ઘી નાખો.ગરમ થવા દો.
  5. જીરું ને હિંગ નાખો.
  6. લસણ,મરચું,આદુ અને કાંદા મિક્સર માં પીસીને નાખો.સાંતળી લો.
  7. ટામેટા ની પ્યુૂરી બનાવીને તે પણ ઉમેરો.સરખું સાંતળી લો.તેલ છૂટું પડે એટલે હળદર,મરચું,ધાણાજીરું નાખો.
  8. મીઠું પણ નાખી દો અને એક મિનિટ સાંતળી લો.
  9. હવે વટાણા તથા બટાકા ના ટુકડા ઉમેરો.અર્ધો કપ પાણી નાખો અને ૩ સીટી લઇ લો.
  10. કૂકર ઠંડુ થાય એટલે ખોલીને એમાં ગરમ મસાલો તથા કસુરી મેથી નાખો.
  11. હલાવો અને ગરમાગરમ તંદૂરી રોટી સાથે પીરસો.
  12. રોટી માટે એક નાનો લુઓ લાઇ ને રોટલી થઈ સેજ જાડી રોટી વણો.
  13. ઉપર ની બાજુ પાણી વાળો હાથ ફેરવો તથા ગરમ તવા પર નાખજો. તાપ ધીમો રાખો.પાણી વાલી સાઈડ તવા પાર ચોંટી જશે.
  14. હોવી તવો ઉપાડીને ઊંધો કરો એટલે ઉપરની સાઈડ સીધી ગેસ પર શેકાય જાય.તવા ને બધી બાજુ ફેરવો.
  15. પાછો તવો ગેસ પર સીધો મૂકીને નીચે ની સિડે શેકાય જાય એટલે રોટી કાઢી લો.બટર અથવા ઘી લગાવીને પીરસો.

Reviews for Tandoori roti and aloo matar in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tandoori roti and aloo matar in gujarati