લીલો પુલાવ અને બીટ નો સૂપ | Green Pulav And Beet Soup. Recipe in Gujarati

ના દ્વારા Kavi Nidhida  |  5th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Green Pulav And Beet Soup. by Kavi Nidhida at BetterButter
લીલો પુલાવ અને બીટ નો સૂપby Kavi Nidhida
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  3

  લોકો

2

0

લીલો પુલાવ અને બીટ નો સૂપ

લીલો પુલાવ અને બીટ નો સૂપ Ingredients to make ( Ingredients to make Green Pulav And Beet Soup. Recipe in Gujarati )

 • પુલાવ માટે ૧ કપ બાસમતી ચોખા
 • ૧ નાનું કેપ્સિકમ
 • ૧ મધ્યમ ડુંગળી (લાંબી કાપેલી)
 • ૧ ટી.સ્પૂન કિશમિશ અને ૧ ટી.સ્પૂન કાજુ
 • ૧ કપ વાટેલી પાલખ (કાચી જ)
 • ૧ કપ મગ
 • ૧ ટી.સ્પૂન લસણની પેસ્ટ અને ૧ ટે.સ્પૂન આદુ મરચાંની પેસ્ટ
 • ૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો, ૨ તજ, ૩ લવિંગ
 • વઘાર માટે ૨ ટી.સ્પૂન ઘી, જીરુ અને હિંગ, ૧ ટી.સ્પૂન લીંબુ નો રસ
 • સૂપ માટે બીટ ૧ નંગ મધ્યમ
 • મીઠું સ્વાદ અનુસાર
 • મરી પાવડર ૧/૪ ટી.સ્પૂન
 • લીંબુનો રસ ૧ ટી.સ્પૂન

How to make લીલો પુલાવ અને બીટ નો સૂપ

 1. પુલાવ બનાવવા માટે મગ ને ૪ કલાક પલાળીને ૨ સીટી મારી બાફી લો.
 2. ચોખાને તેજ આંચ પર ૨ સીટી મારી બાફી લો.
 3. કડાઈ માં ઘી ગરમ કરી તેમાં જીરૂ, હિંગ, લસણ, આદુ મરચાં, તજ, લવિંગ, ડુંગળી, કેપ્સિકમ, કાજુ, કિશમિશ નાખી સાંતળો, પછી બધા મસાલા નાખો
 4. પછી પાલખ નાખી ૫ મિનિટ ચડવા દો, પછી ચોખા અને મગ નાખી ૩ મિનિટ રાખી ગેસ બંદ કરો.
 5. સૂપ બનાવવા માટે બીટ ને બાફી લો પછી મિક્સર માં વાટી ને ગરણી થી ગાળી લો.
 6. હવે ગાળેલું મિશ્રણ એક પેન રેડી ઉકાળી લો, તેમા મીઠુ, મરી, અને લીંબુ નાખી સર્વ કરો.

My Tip:

સજાવવા માટે ટામેટાં અને કોથમીર સારી લાગશે.

Reviews for Green Pulav And Beet Soup. Recipe in Gujarati (0)