હોમ પેજ / રેસિપી / લીલો પુલાવ અને બીટ નો સૂપ

Photo of Green Pulav And Beet Soup. by Kavi Nidhida at BetterButter
98
2
0.0(0)
0

લીલો પુલાવ અને બીટ નો સૂપ

Jul-05-2018
Kavi Nidhida
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલો પુલાવ અને બીટ નો સૂપ રેસીપી વિશે

પાલખ અને આખા મગ નો પુલાવ અને બીટ નો સૂપ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • પ્રેશર કુક
  • સૂપ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. પુલાવ માટે ૧ કપ બાસમતી ચોખા
  2. ૧ નાનું કેપ્સિકમ
  3. ૧ મધ્યમ ડુંગળી (લાંબી કાપેલી)
  4. ૧ ટી.સ્પૂન કિશમિશ અને ૧ ટી.સ્પૂન કાજુ
  5. ૧ કપ વાટેલી પાલખ (કાચી જ)
  6. ૧ કપ મગ
  7. ૧ ટી.સ્પૂન લસણની પેસ્ટ અને ૧ ટે.સ્પૂન આદુ મરચાંની પેસ્ટ
  8. ૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો, ૨ તજ, ૩ લવિંગ
  9. વઘાર માટે ૨ ટી.સ્પૂન ઘી, જીરુ અને હિંગ, ૧ ટી.સ્પૂન લીંબુ નો રસ
  10. સૂપ માટે બીટ ૧ નંગ મધ્યમ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. મરી પાવડર ૧/૪ ટી.સ્પૂન
  13. લીંબુનો રસ ૧ ટી.સ્પૂન

સૂચનાઓ

  1. પુલાવ બનાવવા માટે મગ ને ૪ કલાક પલાળીને ૨ સીટી મારી બાફી લો.
  2. ચોખાને તેજ આંચ પર ૨ સીટી મારી બાફી લો.
  3. કડાઈ માં ઘી ગરમ કરી તેમાં જીરૂ, હિંગ, લસણ, આદુ મરચાં, તજ, લવિંગ, ડુંગળી, કેપ્સિકમ, કાજુ, કિશમિશ નાખી સાંતળો, પછી બધા મસાલા નાખો
  4. પછી પાલખ નાખી ૫ મિનિટ ચડવા દો, પછી ચોખા અને મગ નાખી ૩ મિનિટ રાખી ગેસ બંદ કરો.
  5. સૂપ બનાવવા માટે બીટ ને બાફી લો પછી મિક્સર માં વાટી ને ગરણી થી ગાળી લો.
  6. હવે ગાળેલું મિશ્રણ એક પેન રેડી ઉકાળી લો, તેમા મીઠુ, મરી, અને લીંબુ નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર