Open in app

ગુજરાતી થાળી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  40 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  5 people
Krupa Shah5th Jul 2018

Gujarati lunch thali ના વિશે

Ingredients to make Gujarati lunch thali in gujarati

  • ગવારસિંગ નુ શાક:
  • ૨ કપ કાપેલી ગવારસિંગ
  • ૧ મોટો ચમચો આદું, લસણ અને મરચાં ની પેસ્ટ
  • ૧/૪ કપ દૂધ
  • ૧ બટેટો કાપેલો
  • ૨ મોટી ચમચી તેલ
  • ૧/૨ નાની ચમચી રાઈ
  • ૧/૪ નાની ચમચી મેથી દાના
  • ૧ નાની ચમચી અજમો
  • ૧/૪ નાની ચમચી હિંગ
  • ૧/૨ નાની ચમચી હળદર
  • ૧ નાની ચમચી ધાણાજીરું પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • વડી પાપડ નુ શાક :
  • ૧ કપ મગની દાળ ની વળી
  • ૩ પાપડ તળેલા
  • ૨ નાની ડુંગળી બારીક સમારેલી
  • ૨ ટામેટા બારીક સમારેલા
  • ૩ મોટા ચમચા તેલ
  • ૧ નાની ચમચી રાઈ
  • ૧ મોટી ચમચી આદું, લીલા મરચાં અને લસણ ની પેસ્ટ
  • ૧/૨ નાની ચમચી હળદર
  • ૧ નાની ચમચી ધાણા જીરું પાવડર
  • ૧/૨ નાની ચમચી ઘર નો બનાવેલો ગરમ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • મસાલા ખીચડી :
  • ૪-૫ કાળા મરી
  • ૧/૪ નાની ચમચી મેથી દાણા
  • ૧ તમાલ પત્ર
  • ૭-૮ મીઠાં લીમડા ના પાન
  • ૨ લીલા મરચાં ના ટુકડા
  • ૨ લવિંગ
  • ૨ નાના ટુકડા તજ
  • ૧ મોટી ચમચી તેલ
  • ૧ મોટી ચમચી ઘી
  • ૨ કપ ચોખા ધોઈને પલાળેલા
  • ૧/૨ કપ ફોતરાં વાળી મગ ની દાળ ધોઈને પલાળેલી
  • ૧/૨ નાની ચમચી હળદર
  • ૧ નાની ચમચી ઘર નો બનાવેલો ગરમ મસાલો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧ કપ શાકભાજી (ડુંગળી, બટેટા, ગાજર - કાપેલા અને લીલી તુવેર ના દાણા)
  • કંદ/રતાળુ પુરી (ભજીયા)
  • કંદ ની ૧૦-૧૨ સ્લાઇસ
  • ૩/૪ કપ ચણા નો લોટ
  • ૨ મોટી ચમચી ચોખા નો લોટ
  • ૧/૨ નાની ચમચી સફેદ તલ
  • ૧/૨ નાની ચમચી અજમો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • કંદ પુરી માં લીલી પેસ્ટ ની સામગ્રી-
  • ૧/૨ કપ લીલા ધાણા
  • ૪ લીલા મરચાં
  • ૧૦-૧૨ કાળા મરી
  • ૧ નાની ચમચી શેકેલા આખા ધાણા
  • ૧/૪ નાની ચમચી શેકેલું આખુ જીરું

How to make Gujarati lunch thali in gujarati

  1. ગવારસિંગ નું શાક બનાવવા માટે એક પ્રેશર પેન માં તેલ ગરમ કરો અને એમાં રાઈ અને મેથી દાણા ઉમેરી દો.
  2. રાઈ તતડે એટલે એમાં અજમો, સુકા મસાલા, અને પેસ્ટ ઉમેરી દો.
  3. પછી ગવારસિંગ, બટેટા, મીઠું અને દૂધ ઉમેરી દો.
  4. બધું બરાબર મિલાવી દો અને પ્રેશર પેન નું ઢાંકણ લગાવી લો.
  5. એક સિટી મારી ૫ મિનિટ ધીમા ગેસ પર ચઢવા દો તૈયાર છે ગવારસિંગ નું શાક.
  6. એક નોન-સ્ટિક પેન માં ૨ મોટી ચમચી તેલ ગરમ કરી તેમાં વડી બરાબર શેકી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  7. પેન માંથી વડી કાઢી એમાં જ બાકી નું તેલ ઉમેરી ને વઘાર કરી ને ડુંગળી સંતાડી લો, આચ્છા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી.
  8. હવે બધા સુકા મસાલા અને પેસ્ટ ઉમેરી દો.
  9. હવે ટામેટાં ઉમેરી દો અને અને બરાબર ચડવા દો.
  10. પછી શેકેલી વડી એમાં નાખી દો.
  11. હવે થોડું પાણી ઉમેરી ને વડી ને બરાબર ચડવા દેવી.
  12. શાક પીરસતા પેહલા તળેલા પાપડ ના ટુકડા ઉમેરી દેવુ.
  13. મસાલા ખીચડી : એક વાસણ માં ઘી અને તેલ ગરમ કરી લેવા.
  14. એમાં બધા આખા સુકા ગરમ મસાલા , મરચાં અને લીંબડા ના પાન ઉમેરી ને વઘાર કરી દો.
  15. હવે ડુંગળી સાંતળી લો પછી બીજા શાકભાજી ઉમેરી દો.
  16. એમાં સુકા મસાલા, મીઠું અને થોડું પાણી નાંખી અને ચડવા દો.
  17. એમાં ફોતરાં વાલી મગ ની દાળ અને ચોખા નાખી દો.
  18. ૨-૩ કપ પાણી નાખી ને ઢાંકણ ઉપર લગાવીને ચડવા દો. હવે મસાલા ખીચડી તૈયાર છે.
  19. કંદ પુરી માટે લીલી પેસ્ટ ની બધી સામગ્રી ને મિક્સરમાં પીસી લો.
  20. એમાં ચણા નો લોટ, ચોખા નો લોટ, અને બીજી બધી સામગ્રી ઉમેરી દો.
  21. પ્રમાણસર પાણી નાખી ને ખીરું તૈયાર કરો
  22. હવે આ ખીરું કંદ ની સ્લાઇસ પર બરાબર લગાવી ગરમ તેલ માં મધ્યમ આંચ ઉપર તળી લો.
  23. બધી વાનગીઓ થાળી માં પીરસી સ્વાદિષ્ટ ભોજન ની મઝા માણો.

Reviews for Gujarati lunch thali in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gujarati lunch thali in gujarati

  • ગુજરાતી કઢી

    5 likes
  • ગુજરાતી કઢી

    3 likes
  • ગુજરાતી દાળ

    1 likes
  • ગુજરાતી કઢી

    0 likes
  • ગુજરાતી થાળી

    3 likes
  • ગુજરાતી ભજીયા

    5 likes