હોમ પેજ / રેસિપી / રસગુલ્લા કરી

Photo of Rasgulla Curry by Rani Soni at BetterButter
957
0
0.0(0)
0

રસગુલ્લા કરી

Jul-06-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસગુલ્લા કરી રેસીપી વિશે

આજે જમવામાં તૈયાર કરો એકદમ અલગ પ્રકારની વાનગી .બનાવાની રીત જોઇને ઘરે જ ટ્રાય કરો એકદમ ટેસ્ટી અને સ્પાઈસી બનશે જાણો રસગુલ્લા કરી.રસગુલ્લા અને પંજાબી ખાવા ના શોખીન ને જરુર પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 નંગ રસગુલ્લા
  2. 2 નંગ ટમેટાંનો પલ્પ
  3. 1 કપ દૂધ અથવા ક્રીમ
  4. 4 ટેબલ-સ્પૂન ઘી અથવા બટર
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. વાટવાનો મસાલો :
  7. 3 નંગ કાંદા
  8. 2 ચમચી ધાણા શેકેલા
  9. 2 નંગ લીલા મરચાં
  10. 5-6 કળી લસણ
  11. 5 નંગ કાશ્મીરી મરચાં
  12. 1 ટુકડો આદું
  13. 1/4 ચમચી જીરુ
  14. 1 ચમચી કસુરી મેથી
  15. 1 નંગ તજ
  16. 3 નંગ એલચી
  17. 2 લવિંગ
  18. 1/4 ચમચી હળદર

સૂચનાઓ

  1. રસગુલ્લાને ચાસણીમાંથી કાઢી હાથેથી દબાવી
  2. સાદા પાણીમાં ૧૦ મિનિટ રાખી પાણી કાઢી નિચોવી રાખવા
  3. વાટેલા મસાલા માટેની બધી સામગ્રી મિક્સ કરી મિક્સર જારમાં વાટી નાખવો
  4. એક પૅનમાં બટર ગરમ કરી
  5. હવે વાટેલો મસાલો સાંતળવો.
  6. ટમેટાંનો પલ્પ નાંખી મિક્સ કરો
  7. બટર ઉપર આવે ત્યાં સુધી સાંતળવું
  8. એમાં ઠંડું દૂધ અથવા ક્રીમ ઉમેરી અડધો કપ પાણી, મીઠું નાખી ગૅસ પર ૧૦ મિનિટ ઉકાળવું.
  9. છેલ્લે એમાં નિચોવેલા રસગુલ્લા નાખી મિક્સ કરી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર