Open in app

સિંધી કઢી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Dr.Kamal Thakkar6th Jul 2018

Sindhi Kadhi ના વિશે

Ingredients to make Sindhi Kadhi in gujarati

  • ભીંડા ૮-૧૦
  • બટાકા ૧ નંગ સમારેલું
  • રીંગણ ૧ સમારેલું
  • સરગવો ૧ મોટો સમારેલો
  • ગવાર સીંગ ૮-૧૦ સમારેલો
  • ફણસી ૮-૧૦ સમારેલી
  • ગાજર ૧ સમારેલું
  • બેસન ૨ ટેબલ સ્પૂન
  • તેલ ૨ ટેબલ સ્પૂન
  • જીરું ૧ ટી.સ્પૂન
  • રાઈ ૧/૨ ટી.સ્પૂન
  • મેથી ૧/૪ ટી.સ્પૂન
  • લીલું મરચું ૧
  • આદુ ૧ ઇંચ નો ટુકડો
  • કઢી પત્તા ૮-૧૦
  • હિંગ ૧/૪ ટી સ્પૂન
  • હળદર ૧/૨ ટી સ્પૂન
  • લાલ મરચું ૧ ટી.સ્પૂન
  • ધાણાજીરું ૧ ટી સ્પૂન
  • મીઠું સ્વાદ અનુસાર
  • ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
  • આમલી ૧ ટી સ્પૂન(પલાળેલી)
  • ગોળ ૧ ટી સ્પૂન
  • કોથમીર ૧ મોટો ચમચો

How to make Sindhi Kadhi in gujarati

  1. બધાજ શાક એક સરખા ટુકડા કરીને તૈયાર કરો.
  2. તેલ ગરમ મુકો અને તેમાં ભીંડા સાંતળી લો.૨ મિનિટ સાંતળીને કાઢી લો.
  3. હવે તેલ માં રાઈ, જીરું, મેથી નાખો.
  4. બારીક સમારેલાં લીલા મરચા,આદુ અને કઢી પત્તા નાખો.
  5. હિંગ નાખીને હલાવો.
  6. બેસન ઉમેરો અને ધીમા તાપે સાંતળો.
  7. જ્યાં સુધી બેસન નો રંગ બદલાય જાય ત્યાં સુધી સેકો.
  8. હવે ૨ કપ પાણી ઉમેરો.હળદર,મરચું,ધાણાજીરું નાખીને ઉકળવા દો.
  9. મીઠું નાખો અને એક ઉભરો આવે એટલે બધા શાક(રીંગણ સિવાય)ઉમેરો.
  10. ઢાંકણ ઢાંકીને ધીમે તાપે ચઢવા દો. ૭-૮ મિનિટ પછી જ્યારે શાક અર્ધા ચઢી જાય ત્યારે રીંગણ ના ટુકડા નાખો અને ફરી ઢાંકીને શિજવા દો.
  11. બધા શાક ચઢી જાય એટલે આમલી નું પાણી અને ગોળ નાખો અને ગરમ મસાલો પણ નાખો.
  12. ૨ મિનિટ ચઢવા દો અને પછી કોથમીર નાખી ને ગરમાગરમ પીરસો.

Reviews for Sindhi Kadhi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sindhi Kadhi in gujarati

  • કઢી

    2 likes
  • પાલક કઢી

    6 likes
  • ઇંડા કઢી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes
  • સિંધી કઢી

    3 likes