હોમ પેજ / રેસિપી / સિંધી કઢી

Photo of Sindhi Kadhi by Kamal Thakkar at BetterButter
729
4
0.0(0)
0

સિંધી કઢી

Jul-06-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સિંધી કઢી રેસીપી વિશે

આ ખુબજ સ્વાદિષ્ટ કઢી છે જેમાં દહીં નથી વાપરવાનું.આમા ઘણા બધા શાક અને બેસન નાખીને બનાવાય છે.સિંધી કઢી ભાત,રોટલી અને આલુ ટુક સાથે સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • સિંધી
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ભીંડા ૮-૧૦
  2. બટાકા ૧ નંગ સમારેલું
  3. રીંગણ ૧ સમારેલું
  4. સરગવો ૧ મોટો સમારેલો
  5. ગવાર સીંગ ૮-૧૦ સમારેલો
  6. ફણસી ૮-૧૦ સમારેલી
  7. ગાજર ૧ સમારેલું
  8. બેસન ૨ ટેબલ સ્પૂન
  9. તેલ ૨ ટેબલ સ્પૂન
  10. જીરું ૧ ટી.સ્પૂન
  11. રાઈ ૧/૨ ટી.સ્પૂન
  12. મેથી ૧/૪ ટી.સ્પૂન
  13. લીલું મરચું ૧
  14. આદુ ૧ ઇંચ નો ટુકડો
  15. કઢી પત્તા ૮-૧૦
  16. હિંગ ૧/૪ ટી સ્પૂન
  17. હળદર ૧/૨ ટી સ્પૂન
  18. લાલ મરચું ૧ ટી.સ્પૂન
  19. ધાણાજીરું ૧ ટી સ્પૂન
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
  22. આમલી ૧ ટી સ્પૂન(પલાળેલી)
  23. ગોળ ૧ ટી સ્પૂન
  24. કોથમીર ૧ મોટો ચમચો

સૂચનાઓ

  1. બધાજ શાક એક સરખા ટુકડા કરીને તૈયાર કરો.
  2. તેલ ગરમ મુકો અને તેમાં ભીંડા સાંતળી લો.૨ મિનિટ સાંતળીને કાઢી લો.
  3. હવે તેલ માં રાઈ, જીરું, મેથી નાખો.
  4. બારીક સમારેલાં લીલા મરચા,આદુ અને કઢી પત્તા નાખો.
  5. હિંગ નાખીને હલાવો.
  6. બેસન ઉમેરો અને ધીમા તાપે સાંતળો.
  7. જ્યાં સુધી બેસન નો રંગ બદલાય જાય ત્યાં સુધી સેકો.
  8. હવે ૨ કપ પાણી ઉમેરો.હળદર,મરચું,ધાણાજીરું નાખીને ઉકળવા દો.
  9. મીઠું નાખો અને એક ઉભરો આવે એટલે બધા શાક(રીંગણ સિવાય)ઉમેરો.
  10. ઢાંકણ ઢાંકીને ધીમે તાપે ચઢવા દો. ૭-૮ મિનિટ પછી જ્યારે શાક અર્ધા ચઢી જાય ત્યારે રીંગણ ના ટુકડા નાખો અને ફરી ઢાંકીને શિજવા દો.
  11. બધા શાક ચઢી જાય એટલે આમલી નું પાણી અને ગોળ નાખો અને ગરમ મસાલો પણ નાખો.
  12. ૨ મિનિટ ચઢવા દો અને પછી કોથમીર નાખી ને ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર