Open in app

પિન્ડી છોલે

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Hetal Sevalia6th Jul 2018

Pindi chhole ના વિશે

Ingredients to make Pindi chhole in gujarati

  • છોલે માટે:
  • 200 ગ્રામ કાબુલી ચણા
  • 3 મિડીયમ સાઈઝ ની ડુંગળી
  • આખો ગરમ મસાલો( તજ,લવિંગ, બાડીયા, મરી, મોટી એલચી દરેક વસ્તુ 2 નંગ)
  • 4 -5 પીસ સૂકા આબળા
  • 1 ટેબલ સ્પૂન લાલમરચુ
  • 1 ટેબલ સ્પૂન ધાણાજીરું
  • 2 ટેબલ સ્પૂન કસૂરી મેથી
  • 2 ટેબલ સ્પૂન છોલે મસાલો
  • 1 ટેબલ સ્પૂન સૂકા અનારદાણા
  • 1/2 ટેબલ સ્પૂન આમચૂર પાવડર
  • 1/2 ટેબલ સ્પૂન લીલાં મરચાં ની પેસ્ટ
  • 1/2 આદું ની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ભટુરે માટે:
  • 250 ગ્રામ મેંદો
  • 100 ગ્રામ રવો
  • 25 ગ્રામ બેસન
  • 1/2 ટી.સ્પૂન બેકિંગ પાવડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 4 ચમચી તેલ મોણ માટે
  • 3 ચમચી દહીં

How to make Pindi chhole in gujarati

  1. સૌપ્રથમ ભટુરે માટે ની બધી વસ્તુઓ ભેગી કરીને પૂરી જેવો લોટ બાંધી લો. તેને 4 -5 કલાક રેસ્ટ આપો. હવે ચણા ને 5 થી 6 કલાક પલાળી દો. એક કૂકરમાં ચણા, ડુંગળી સમારેલી, આબળા ના પીસ,આખો ગરમ મસાલો, પાણી ઉમેરી બોઈલ કરી લો.કૂકર ખોલીને ચમચાથી બરાબર હલાવી લો. જેથી ડુંગળી એકરસ થઈ જશે. થોડા ચણા પણ સ્મેસ કરી લેવા જે થી રસો ઘટ્ટ થશે.આમળાં પસંદ ના હોય તો કાઢી લેવા. તેના થી ખટાશ પણ આવી જશે અને કાળા પણ થઈ જશે.મોટી એલચી થી પણ ચણા કાળા થશે. હવે એક કઢાઈમાં તેલ મૂકી લીલાં મરચાં અને આદું ની પેસ્ટ સાતળો. ત્યારબાદ બધા સૂકા મસાલા 2 થી 3 મિનિટ સાતળી લો.પછી ચણા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી એક ઉબાલ લાવી ધીમા તાપે 15 મિનીટ થવા દો. હવે કણક માં થી મોટો લૂઓ લઈ મોટી પૂરી વણી તળી લો.ગરમાગરમ છોલે,ભટુરે, ઓનીયન ની સલાડ સાથે સવૅ કરો.

Reviews for Pindi chhole in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pindi chhole in gujarati

  • છોલે

    6 likes
  • છોલે ચણા

    0 likes
  • છોલે પુરી

    4 likes
  • છોલે ભટુરે

    54 likes
  • છોલે પેટીશ

    7 likes
  • છોલે મસાલા

    2 likes